SSR Dreams: આ હતા Sushant Singh Rajputના 50 સપના, જે હવે ક્યારેય પુરા નહીં થાય!

|

Jun 14, 2021 | 11:03 AM

Sushant Singh Rajput Death Anniversary: 14 સપ્ટેમ્બર, 2019ના રોજ સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર ખુલ્લીને વાત કરી હતી. તેમણે કહ્યું કે જીવનમાં તેમના ગોલ શું છે? તેમની ઈચ્છાઓ શું છે?

SSR Dreams: આ હતા Sushant Singh Rajputના 50 સપના, જે હવે ક્યારેય પુરા નહીં થાય!
Sushant Singh Rajput

Follow us on

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના કેલિબર અને કદના અભિનેતા જીવનને આ રીતે સમાપ્ત કરશે આની ઉમ્મીદ કોઈને પણ ન હોતી. સુશાંતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણી મહેનત કરી હતી, જેનો સામનો કોઈ આઉટસાઈડર અથવા બહારના વ્યક્તિએ કરવો પડે છે.

 

તેમના સપના પણ સફળ થયા, પરંતુ ઘણા એવા સપના છે જે તેમના ગયા પછી અધૂરા રહી ગયા છે. ‘કાઈ પો છે’, ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ‘અને’ છીછોરે’, જેવી શાનદાર ફિલ્મો આપવાવાળા સુશાંતની સાથે તેમના સપના માટેનો સંઘર્ષ પણ પૂરો થયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પરંતુ 14 સપ્ટેમ્બર, 2019ના રોજ સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર ખુલ્લીને વાત કરી હતી. તેમણે કહ્યું કે જીવનમાં તેમના ગોલ શું છે? તેમની ઈચ્છાઓ શું છે? તે પોતાના માટે નહીં પણ વિશ્વ માટે જીવવા માંગતા હતા. તેમની અધૂરી ઈચ્છાઓમાં વિમાન પાઈલટ બનવું, દિવ્યાંગોને કમ્પ્યુટર કોડિંગ શીખવવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

 

આ લેખમાં, અમે તમને સુશાંત સિંહ રાજપૂતના તે 50 સપના વિશે માહિતી આપીશું જે તેમના ગયા પછી અધૂરા રહી ગયા છે.

1. પ્લેન ઉડવાની ટ્રેનીંગ લેવી.

2. આયર્નમેન માટે ટ્રેન કરવું.

3. ડાબા હાથથી ક્રિકેટ મેચ રમવી.

4. મોર્સ કોડ શીખવું.

5. અંતરિક્ષ વિશે શીખવામાં બાળકોની મદદ કરવી.

6. કોઈ ચેમ્પિયન સાથે ટેનિસ મેચ રમવી.

7. 4 ક્લેપ પુશઅપ્સ લગાવું.

8. મંગળ, બુધ, ચંદ્રમાં અને ગુરુ ગ્રહની ભ્રમણકક્ષા પર 1 અઠવાડિયાની મુસાફરી.

9. બ્લુ હોલમાં ડાઈવ કરવું.

10. ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કરવું.

11. 1000 રોપાઓ રોપવા.

12. દિલ્હી એન્જીનિયરીંગ કોલેજના છાત્રાલયમાં એક સાંજ ગાળવી.

13.ISRO અને નાસાની વર્કશોપ્સમાં 100 બાળકને મોકલવા.

14. કૈલાસ પર્વત પર મેડિટેશન કરવું.

15. કોઈ ચેમ્પિયન સાથે પોકર રમવું.

16. એક સારું પુસ્તક લખવું.

17. નાસાની Cern લેબ પર જવું.

18. Aurora Borealisની પેઈન્ટીંગ બનાવી.

19. નાસાની વધુ એક વર્કશોપ અટેન્ડ કરવી.

20. 6 અઠવાડિયામાં 6 પેક એબ્સ બનાવવા.

21. Connotesમાં ડાઈવ લગાવી.

22. દિવ્યાંગ અંધ બાળકોને કોડિંગ શીખવાડવું.

23. વેગાસમાં એક અઠવાડિયાનો સમય વિતાવો.

24. વૈદિક જ્યોતિષ વિદ્યાના વિશિષ્ટ રહસ્યો શીખવા.

25. ડિઝનીલેન્ડમાં ફરવા જવું.

 

26. LIGO ફરવા જવું.

27. 4 ઘોડા પાળવા.

28. ઓછામાં ઓછા 10 ડાન્સ ફોર્મ શીખવા.

29. નિ:શુલ્ક શિક્ષણ માટે કામ કરવું.

30. કોઈ શક્તિશાળી ટેલિસ્કોપથી એન્ડ્રોમિડાની સેર કરવી.

31. ક્રિયા યોગ શીખવી.

32. એન્ટાર્કટિકા ફરવા માટે જવું.

33. મહિલાઓને આત્મરક્ષાના ગુણ શીખવવા.

34. સક્રિય જ્વાળામુખીની ફોટોગ્રાફી કરવા માંગતા હતા.

35. ખેતી કરવી.

36. બાળકોને ડાન્સ શીખવવા.

37. શબ્દભેદી બાણ ચલાવવાની કળા શીખવી.

38. રેસનિક હાલીડેની ફિઝિક્સ બુકને પુરી વાંચવી.

39. પોલિનીશિયન એસ્ટ્રોનોમીને સમજવું.

40. 50 પ્રિય ગીતોના ગિટાર કોર્ડસ શીખવા.

41. ચેમ્પિયન સાથે ચેસ રમવું.

42. લેમ્બોર્ગિની કાર ખરીદવી.

43. વિયેનાનાં સેન્ટ સ્ટીફન કેથેડ્રલની મુલાકાત લેવી.

44. સિમેટિક્સ પર એક્સપેરિમેન્ટ કરવા.

45. ઇન્ડિયન ડિફેન્સ ફોર્સ માટે બાળકોને તૈયાર કરવા.

46. ​​સ્વામી વિવેકાનંદ પર ડોક્યૂમેન્ટ્રી બનાવવી.

47. Busf શીખવી.

48. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવું.

49. આફ્રીકા-બ્રાઝીલની માર્શલ આર્ટ કેપોઇરા શીખવી.

50. સમગ્ર યુરોપની ટ્રેન દ્વારા મુસાફરી કરવી.

 

આ પણ વાંચો: Sushant Singh Rajput Death Timeline : સુશાંત સિંહ ડેથ કેસમાં અત્યાર સુધી, ક્યારે શું થયું, જાણો પુરી ટાઈમલાઈન

Published On - 7:18 pm, Sun, 13 June 21

Next Article