John Abraham ના હાથની આશ્ચર્યજનક તસ્વીર થઈ વાયરલ, ફોટો જોઈ ચાહકો પણ ચોંકી ગયા!

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની ફીટ બોડી માટે પણ ચર્ચામાં છે.

John Abraham ના હાથની આશ્ચર્યજનક તસ્વીર થઈ વાયરલ, ફોટો જોઈ ચાહકો પણ ચોંકી ગયા!
John Abraham
| Edited By: | Updated on: Jan 17, 2021 | 1:47 PM

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની ફીટ બોડી માટે પણ ચર્ચામાં છે. જ્હોન તેની રોજિંદા જીવનમાં કેટલા પણ વ્યસ્ત હોય, પણ તે વર્કઆઉટ કરવાનું ભૂલતો નથી. જોન અબ્રાહમની એક તસવીર વાયરલ થતાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

હંમેશાં તેના મસ્ક્યુલર શરીરને લઈને ચર્ચામાં રહેતો અભિનેતા જોન અબ્રાહમ તેની આગામી ફિલ્મ સત્યમેવ જયતેના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના સેટ પરથી એક ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં તે પોતાના મસ્કયુલર હાથ બતાવતા નજરે પડે છે. જોનનો આ ફોટો જોઈને ચાહકો પણ ચોંકી ગયા અને તેમના વખાણ કરી રહ્યા છે.

જોન અબ્રાહમની આ તસવીર ફિલ્મ ડિરેક્ટર મિલાપ ઝવેરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જ્હોનના હાથની દરેક નસ સ્પષ્ટ દેખાય છે. આ ફોટોને શેર કરતી વખતે મિલાપે કેપ્શનમાં લખ્યું, ‘આ હાથ નથી, તે જોન અબ્રાહમનો હાથોડો છે.’ આ સાથે જ મિલાપે કહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે 12 મેના રોજ રીલિઝ થશે. ‘સત્યમેવ જયતે’ અગાઉ ‘ગાંધી જયંતિ’ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી.

જોન અબ્રાહમના આ ફોટા પર અભિનેતા ટાઇગર શ્રોફે ટિપ્પણી કરી અને અભિનેતા ગૌતમ ગુલાટીએ એક ચોંકાવનારી ઇમોજી શેર કરી છે. એક ચાહકે ટિપ્પણી કરી કે, ‘ગૂગલ મેપ્સ.’ બીજા એક ચાહકે લખ્યું કે, ‘ખરેખર તમારી પાસે લોહીની તપાસ માટે સારી નસો છે.’ આ ફિલ્મમાં જોન અબ્રાહમની સામે અભિનેત્રી દિવ્યા ખોસલા મુખ્ય ભૂમિકામાં છે.

 

આ પણ વાંચો: રવિવારે નથી તોડી શકતા તુલસીના પાન, જાણો શું છે ધાર્મિક માન્યતા