
રાજકુમાર રાવ અને મૌની રોયની ફિલ્મ ‘મેડ ઈન ચાઇના’ દિવાળીના સમયે રીલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. મિખિલ મુશલેના નિર્દેશનમાં બનેલી કોમેડી ફિલ્મ આ વર્ષે દિવાળીમાં રીલીઝ થશે. ફિલ્મમાં અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઇરાની, ગજરાજ રાવ અને સુમિત વ્યાસ પણ મેઇન કિરદારમાં જોવા મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફિલ્મ “મેડ ઈન ચાઇના”માં પહેલીવાર રાજકુમાર રાવ અને મૌની રોયની જોડી દર્શકોને જોવા મળશે. ફિલ્મમાં રાજકુમાર રાવ રઘુનો કિરદાર નિભાવી રહ્યા છે. તેમની અને મૌની વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી બતાવવામાં આવી છે. ‘મેડ ઇન ચાઇના’ની પહેલા મૌની રોય ફિલ્મ રોમિયા અકબર વૉલ્ટરમાં જોવા મળી હતી.