ભાઈ અને બહેનનો સંબંધ અનોખો છે. બંને વચ્ચે હંમેશા મીઠો ઝઘડો થાય છે અથવા એકબીજાને હેરાન કરતા રહેતા હોય છે, પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવે છે, ત્યારે તે ભાઈ અથવા બહેન મદદ માટે આગળ આવે છે. ભાઈ-બહેન વચ્ચે ઘણા સિક્રેટ હોય છે જે તેઓ કોઈની સાથે શેર કરતા નથી. ભાઈ-બહેનના આ ખાસ સંબંધને રક્ષાબંધનના દિવસે ઉજવવામાં આવે છે.
ભાઈ અને બહેનના સંબંધ પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની છે. જેમાં આ સંબંધને સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. આ ખાસ સંબંધ પર બનેલી ફિલ્મો પણ લોકોને ખુબ પસંદ આવી છે. આજે 22 ઓગસ્ટે રક્ષાબંધન પ્રસંગે તમને ભાઈ-બહેનના સંબંધ પર બનેલી કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે આ દિવસે સાથે બેસીને જોઈ શકો છો.
હમ સાથ સાથ હૈ
પરિવાર પર બનેલી આ ફિલ્મમાં સંબંધોને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. ભાઈ-બહેનના પ્રેમનું એક અલગ ઉદાહરણ આ ફિલ્મમાં આપવામાં આવ્યું છે. આ ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી હતી. મોહનીશ બહલ, સલમાન ખાન, સૈફ અલી ખાન અને નીલમનો પ્રેમ ફિલ્મમાં દરેકનું દિલ જીતી ગયો.
રેશમ કી ડોરી
ધર્મેન્દ્રની ફિલ્મ રેશમ કી ડોરી ભાઈ-બહેનના સંબંધને ખૂબ સારી રીતે દર્શાવે છે. આ ફિલ્મનું એક પ્રખ્યાત ગીત છે ‘બહેના ને ભાઈ કિ કલાઈ પર પ્યાર બાંધા હૈ’.
દિલ ધડકને દો
આ ફેમિલી ડ્રામા ફિલ્મમાં એક ખાસ વાત બતાવવામાં આવી હતી. તે હતો પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહ વચ્ચેનો સંબંધ. બંનેએ ભાઈ -બહેનના સંબંધને જાળવી રાખ્યો હતો. ખાસ વાત એ હતી કે બંને હંમેશા ફિલ્મમાં એકબીજાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
ઇકબાલ
તમને શ્રેયસ તલપડેની ફિલ્મ ઇકબાલ યાદ હશે. તે આ ફિલ્મમાં ક્રિકેટર બનવાનું સપનું જુએ છે. જેને પૂરું કરવા માટે તેની બહેન દરેક પ્રયત્નો કરે છે. આજના ખાસ પ્રસંગે, તમે તમારી બહેન સાથે મળીને આ ફિલ્મ જોઈ શકો છો.
ક્રોધ
સુનીલ શેટ્ટીની આ ફિલ્મમાં બહેનો પ્રત્યેનો તેમનો ખાસ પ્રેમ બતાવવામાં આવ્યો છે. તે એકલો તેની 5 બહેનોની સંભાળ રાખે છે. ભાઈ અને બહેનના સંબંધો પર બનેલી આ ફિલ્મ આ દિવસે જોઈ શકાય છે.
સરબજીત
સરબજીત એક સાચી ઘટના પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં પાકિસ્તાન સરકાર દ્વારા જાસૂસ માનવામાં આવ્યા બાદ સરબજીતની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી તેની બહેન દલબીર ઘણા વર્ષો સુધી તેના ભાઈને પાકિસ્તાનથી પરત લાવવાનો પ્રયત્ન કરે છે. દરેક મુશ્કેલીનો સામનો કરે છે. ફિલ્મમાં રણગદીપ હુડા સરબજીતના રોલમાં અને ઐશ્વર્યા રાય દલબીર કૌરના રોલમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Bell Bottom Collection Day 3: અક્ષયના જીવમાં જીવ આવ્યો! ત્રીજા દિવસે ફિલ્મે કમાયા આટલા કરોડ
આ પણ વાંચો: Birthday Special: નાગિન 3 ની આ અભિનેત્રીને ઘણી વખત પ્રેમમાં મળ્યો દગો, જાણો કોની સાથે જોડાયું હતું નામ
Published On - 9:50 am, Sun, 22 August 21