સલમાન, શાહરૂખ, અમિતાભ, આમિરની જિંદગી નીકળી ગઈ બૉલિવૂડમાં છતાં પણ તેમને ન મળ્યું એ સન્માન જે હાંસલ કરી લીધું 44 વર્ષના આ સુપરસ્ટારે

વિજય એ એવા સાઉથ ઈન્ડિયન એક્ટર્સમાંનો એક છે જેનો ચાહકવર્ગ ઘણો બહોળો છે. દરેક ઉમંરની વ્યક્તિ તેની ફૅન હશે. તેના ચાહકોમાં 6 વર્ષના બાળકથી લઈને 60 વર્ષની વ્યક્તિનો પણ સમાવેશ થાય.  કેટલાંયે લોકો માટે તે એક પ્રેરણાસ્ત્રોત છે. અને એટલે જો તેનું નામ ટેક્સ્ટ બૂક્સમાં આવે તો નવાઈ ન લાગે. થલાપતિ વિજય તેની ઉંમરના અન્ય […]

સલમાન, શાહરૂખ, અમિતાભ, આમિરની જિંદગી નીકળી ગઈ બૉલિવૂડમાં છતાં પણ તેમને ન મળ્યું એ સન્માન જે હાંસલ કરી લીધું 44 વર્ષના આ સુપરસ્ટારે
| Updated on: Feb 09, 2019 | 6:55 AM

વિજય એ એવા સાઉથ ઈન્ડિયન એક્ટર્સમાંનો એક છે જેનો ચાહકવર્ગ ઘણો બહોળો છે. દરેક ઉમંરની વ્યક્તિ તેની ફૅન હશે. તેના ચાહકોમાં 6 વર્ષના બાળકથી લઈને 60 વર્ષની વ્યક્તિનો પણ સમાવેશ થાય. 

કેટલાંયે લોકો માટે તે એક પ્રેરણાસ્ત્રોત છે. અને એટલે જો તેનું નામ ટેક્સ્ટ બૂક્સમાં આવે તો નવાઈ ન લાગે.

થલાપતિ વિજય તેની ઉંમરના અન્ય સ્ટાર્સ કરતા અલગ છે. તેને ખબર છે કે ઑન સ્ક્રીન તેની એક પણ હીલચાલ તેના કરોડો ચાહકો અને સમાજ પર અસર પાડશે.

એટલે  44 વર્ષીય આ સ્ટાર સ્ક્રીપ્ટ્સની પસંદગી  કરતી વખતે ખૂબ ધ્યાન રાખે છે. એવી જ ફિલ્મો કરવાની પસંદ કરે છે જે સમાજને કોઈ ખોટો મેસેજ ન આપે. અને તેની આ જ ટેવના કારણે સમગ્ર દુનિયામાં વસતા તમિલ લોકો તરફથી તેને પુષ્કળ પ્રેમ અને માન અપાવે છે. સાથે જ તેની સીધી અસર તેની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ પડે છે.

સમાજ પરના તેના સકારાત્મક પ્રભાવના કારણે CBSE બોર્ડે, મરસલ ફિલ્મના  તેના ધોતી પહેરેલા એક ગામની વ્યક્તિ તરીકેના અવતારને સ્કૂલની ચોપડીઓમાં સ્થાન આપ્યું છે. તેનું આ પાત્ર તમિલ પુરૂષોના પારંપરિક પરિધાનને દર્શાવે છે.

TV9 Gujarati

અને હવે તેની ફિલ્મને લગતો સામાન્ય જ્ઞાનનો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યો.

સવાલ આમ હતો- “કોને ‘ઈન્ટરનેશનલ અચિવમેન્ટ રીકગ્નિશન અવોર્ડ્સ ફોર ધ યર 2018’ના બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો છે?”

આ સવાલને લગતા ફોટોગ્રાફ્સ વિજયના ફૅન્સે સોશિયલ મીડિયા સઈટ્સ પર શેર કર્યા.

https://twitter.com/jilla_jaii/status/1094078617032609798?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1094078617032609798&ref_url=https%3A%2F%2Fwww.ibtimes.co.in%2Fthalapathy-vijay-school-text-books-again-photos-791594

વિજયના કામ અંગે વાત કરીએ તો તે હાલ તેની આગામી ફિલ્મ કે જેનું ડાયરેક્શન મરસલ ફિલ્મના ડિરેક્ટર અતલી કુમાર જ કરશેના શૂટિંગમાં વ્યસ્ત છે. ચેન્નાઈમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે.

[yop_poll id=1241]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]