સાઉથના સુપરસ્ટારની દીકરી સૌંદર્યા રજનીકાંત કરવા જઈ રહી છે બીજા લગ્ન, પ્રી-વેડિંગ રિસેપ્શનમાં ઉમટી સેલિબ્રિટીઝ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની નાની દીકરી સૌંદર્યા અને બિઝનેસમૅન વિશાગન વનનગમુદી આગામી 11 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા સૌંદર્યા અને વિશાગન પ્રી વેડિંગ રિસેપ્શનનું આયોજન રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમમાં કરાયુ હતું. આ રિસેપ્શનની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. આ રિસેપ્શનમાં સૌંદર્યાએ બ્લ્યુ અને ગોલ્ડન સાડી પહેરી હતી, જ્યારે વિશાગને સફેદ શર્ટ તથા ધોતી […]

સાઉથના સુપરસ્ટારની દીકરી  સૌંદર્યા રજનીકાંત કરવા જઈ રહી છે બીજા લગ્ન, પ્રી-વેડિંગ રિસેપ્શનમાં ઉમટી સેલિબ્રિટીઝ
| Updated on: Feb 09, 2019 | 5:12 AM

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની નાની દીકરી સૌંદર્યા અને બિઝનેસમૅન વિશાગન વનનગમુદી આગામી 11 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે.

લગ્ન પહેલા સૌંદર્યા અને વિશાગન પ્રી વેડિંગ રિસેપ્શનનું આયોજન રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમમાં કરાયુ હતું. આ રિસેપ્શનની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. આ રિસેપ્શનમાં સૌંદર્યાએ બ્લ્યુ અને ગોલ્ડન સાડી પહેરી હતી, જ્યારે વિશાગને સફેદ શર્ટ તથા ધોતી પહેરી હતી. રિસેપ્શનમાં રજનીકાંતની મોટી દીકરી ઐશ્વર્યા અને તેના પતિ ધનુષ પણ પહોંચ્યા હતાં.

11 ફેબ્રુઆરીએ થનાર સૌંદર્યા અને વિશાગનના આ લગ્ન બંને માટે બીજા લગ્ન હશે. સૌંદર્યા આ અગાઉ બિઝનેસમૅન અશ્વિનની પત્ની હતી, તો વિશાગનના પહેલા લગ્ન એક મૅગેઝીન એડિટર કનિકા કુમારન સાથે થયા હતાં.

વર્ષ 2010માં સૌંદર્યાએ અશ્વિન રાજકુમાર સાથે લગ્ન કર્યા હતાં. બંનેને એક દીકરો વેદ છે. 2016માં બંનેએ તલાક લઈ લીધાં.

જોકે મોટાભાગે લોકો સૌંદર્યાને રજનીકાંતની દીકરી તરીકે જ ઓળખે છે, પરંતુ તે એક ગ્રાફિક ડિઝાઇનર છે. ફિલ્મમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરી ચુકી છે. તેણે પોતાના બનેવી ધનુષ અને કાજોલ સાથે 2017માં આવેલી VIP2 ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.

[yop_poll id=1236]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]