થિયેટરોમાં સૂર્યવંશીની સફળતાથી ઉત્સાહિત છે આયુષ્માન ખુરાના, ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ પાસેથી ઘણી આશાઓ

આયુષ્માન કહે છે, “મારા જીવનની ઘણી પ્રિય યાદો થિયેટરોમાં ફિલ્મો જોવાની સાથે જોડાયેલી છે. સાચું કહું તો, હું ખૂબ જ ખુશ છું કે હિન્દી ફિલ્મો હવે સિનેમાઘરોમાં રિલીઝ કરવા અને ધમાકેદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે.

થિયેટરોમાં સૂર્યવંશીની સફળતાથી ઉત્સાહિત છે આયુષ્માન ખુરાના,  ફિલ્મ ચંડીગઢ કરે આશિકી પાસેથી ઘણી આશાઓ
Ayushmann Khurrana
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:03 AM

બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ખૂબ જ ખુશ છે કે સૂર્યવંશી (Sooryavanshi) સાથેની બોલિવૂડ ફિલ્મો થિયેટરોમાં ધમાકેદાર પાછી આવી છે. રોગચાળો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને તેથી જ આયુષ્માનને લાગે છે કે લોકો ફક્ત મોટા પડદા પર જ ફિલ્મો જોવાનું પસંદ કરશે, કારણ કે વાયરસને કારણે લગભગ બે વર્ષ અન્ય લોકોથી દૂર રહ્યા પછી હવે દરેક વ્યક્તિ સાથે મળીને મનોરંજનનો આનંદ માણવા માંગે છે. તેઓ એ વાતથી રોમાંચિત છે કે તેમની આગામી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ (Chandigarh Kare Aashiqui) થિયેટરોમાં રિલીઝ થવાની છે.

 

 

ભારતમાં કન્ટેન્ટ સિનેમાના પોસ્ટર બોય તરીકે જાણીતા આયુષ્માન કહે છે “મારા જીવનની ઘણી પ્રિય યાદો થિયેટરોમાં ફિલ્મો જોવાની સાથે જોડાયેલી છે. સાચું કહું તો હું ખૂબ જ ખુશ છું કે હિન્દી ફિલ્મો હવે સિનેમાઘરોમાં રિલીઝ કરવા અને ધમાકેદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. મને ખાતરી છે કે લોકો સિનેમા જોવા અને પહેલા જેવો અનુભવ પ્રાપ્ત કરવા માટે મોટા પડદા પર ફરી એકવાર આવશે.

 

 

થિયેટરમાં જવાનો તેમનો નિર્ણય ફક્ત ઈવેન્ટ ફિલ્મો અથવા કોઈ ચોક્કસ શૈલી અથવા સ્ટાર કાસ્ટ પર આધારિત રહેશે નહીં. તેમનો નિર્ણય ફિલ્મોની કન્ટેન્ટ પર આધારિત હશે.” બેક-ટુ-બેક આઠ હિટ ફિલ્મો આપનાર આ સ્ટાર તેમની આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ સાથે મોટા પડદા પર પુનરાગમન કરવા માટે તૈયાર છે અને નિશ્ચિત રીતે આ ફિલ્મ દર્શકોને સાચા પ્રેમની પરિભાષાનો સંદેશ આપશે.

 

થિયેટરોમાં છે મૂવી જોવાની ખરી મજા

આયુષ્માન કહે છે, “એક ઉદ્યોગ તરીકે અમારે પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન સાથે એટલો શાનદાર અનુભવ આપવો પડશે જેને તેઓ તેમના હૃદયમાં જાળવી રાખે અને ફિલ્મો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ તેમની વચ્ચે ચર્ચાનો વિષય બની જાય. મને ખાતરી છે કે અમે તે કરી શકીશું અને ફિલ્મ જોવાને ફરીથી પહેલાની જેમ કમ્યુનિટી એક્સપીરિયન્સ બનાવી દઈશું. આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે થિયેટરોમાં જવાનું પસંદ કરે છે.”

 

ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત કમબેકની તૈયારી

તે આગળ કહે છે, “લોકો સમય કાઢીને મૂવી જોવે છે અને પરિવાર માટે તે એક ઉત્સવ જેવો મોકો હોય છે અને મને લાગે છે કે આ બધી વસ્તુઓ ફરી પાછી આવશે. આ માટે માત્ર બહેતરીન ફિલ્મોની જરૂર છે. હું આશા રાખું છું કે મારી ફિલ્મો દર્શકોને થિયેટરોમાં પાછા લાવવામાં ફાળો આપે.

 

ફિલ્મ ઉદ્યોગ માટે મોટાપાયે પુનરાગમન કરવાનો આ યોગ્ય સમય છે.”આયુષ્માનની આવનારી ફિલ્મોની યાદીમાં અનુભવ સિન્હાની ‘અનેક’, અનુભૂતિ કશ્યપની ‘ડૉક્ટર જી’ અને આનંદ એલ. રાય દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી ફિલ્મ ‘એક્શન હીરો’ શામેલ છે.

 

આ પણ વાંચો :- Bigg Boss 15: વિશાલે ઉડાવી શમિતા અને રાકેશના સંબંધોની મજાક, એક્સ વાઈફ રિદ્ધિ ડોગરાએ ગુસ્સામાં કહી આ વાત

 

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 6: અક્ષય કુમારની ફિલ્મનો જાદુ અટકવા માટે નથી તૈયાર, છઠ્ઠા દિવસે કરી અધધધ કમાણી

 

 

Published On - 11:59 pm, Thu, 11 November 21