Sooryavanshiએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 100 કરોડના ક્લબમાં સામેલ થઈ અક્ષય કુમારની ફિલ્મ

|

Nov 10, 2021 | 9:11 PM

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (katrina Kaif) ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ પણ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

Sooryavanshiએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 100 કરોડના ક્લબમાં સામેલ થઈ અક્ષય કુમારની ફિલ્મ
Akshay Kumar, Ajay Devgn, Ranveer Singh

Follow us on

દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ ધમાલ મચાવી રહી છે. ફેન્સને ફિલ્મની સ્ટોરી અને એક્શન બંને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. રોહિત શેટ્ટી (Rohit Shetty)ની આ ફિલ્મની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી સૂર્યવંશી (Sooryavanshi) હવે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

 

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સૂર્યવંશીનું પાંચમા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે અને આ સાથે જ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. તેમણે પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું- સૂર્યવંશી અણનમ છે, આ ફિલ્મ કમાલ કરી રહી છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શાનદાર કમાણી કરી રહી છે. હવે નજર 120 કરોડ પર છે.

 

પાંચમા દિવસે આટલા કરોડની કરી લીધી કમાણી

તરણ આદર્શે જણાવ્યું કે, ફિલ્મે પહેલા દિવસે 26.29 કરોડ, બીજા દિવસે 23.85 કરોડ, ત્રીજા દિવસે 26.94 કરોડ, ચોથા દિવસે 14.51 કરોડ અને પાંચમા દિવસે 11.22 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતમાં કુલ 102.81 કરોડની કમાણી કરી છે.

 

 

રોહિત શેટ્ટીએ આપ્યા સારા સમાચાર

 

રોહિત શેટ્ટીએ પણ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે એક પોસ્ટર શેર કર્યું જેમાં સૂર્યવંશીનું બોક્સ ઓફિસ કલેક્શન લખેલું છે. આ પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું- થેંક યુ ઈન્ડિયા. સાથે હાથ જોડતી ઈમોજી પણ શેર કરી.

 

રોહિત શેટ્ટીની પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી છે. અમૃતા ખાનવિલ્કરે કમેન્ટ કરી – જબરદસ્ત. સાથે ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી. તે જ સમયે, વરુણ શર્માએ હાર્ટ અને ફાયર ઈમોજી પોસ્ટ કરી. ખાસ વાત એ છે કે રોહિત શેટ્ટીની મોટાભાગની ફિલ્મો રિલીઝના થોડા જ દિવસોમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જાય છે.

 

 

 

સૂર્યવંશીની વાત કરીએ તો તેમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ સાથે અજય દેવગણ (Ajay Devgn) અને રણવીર સિંહ (Ranveer Singh) પણ જોવા મળ્યા છે. આ બંનેનો કેમિયો છે. સૂર્યવંશીની સાથે રોહિત શેટ્ટીએ પણ સિંઘમ 3 (Singam 3)ની જાહેરાત કરી છે. તેણે ફેન્સને સિંઘમ 3ની હિંટ આપી છે. સૂર્યવંશી રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત છે અને કરણ જોહર દ્વારા નિર્મિત છે.

 

આ પણ વાંચો :- શું કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્ન માટે સલમાન ખાને મુલતવી રાખ્યું ‘ટાઈગર 3’નું શૂટિંગ?

 

આ પણ વાંચો :- Revealed: કામ ન મળવાના લીધે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અનિતા હસનંદાની, એકતા કપૂરની મદદે બદલી નાખ્યું જીવન

Next Article