નેલ્લોરમાં લાગ્યો સોનુ સૂદનો પહેલો ઓક્સિજન પ્લાન્ટ, વિડીયો જોઇને તમે પણ થઇ જશો ઈમોશનલ

|

Jul 06, 2021 | 2:17 PM

સોનુ સુધ ભલે નેતા નથી પરંતુ જનતાને આપેલા વચન પુરા કરી રહ્યા છે. સોનુએ વચન પ્રમાણે નેલ્લોરમાં પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાવ્યો છે.

નેલ્લોરમાં લાગ્યો સોનુ સૂદનો પહેલો ઓક્સિજન પ્લાન્ટ, વિડીયો જોઇને તમે પણ થઇ જશો ઈમોશનલ
સોનુ સૂદ દ્વારા પહેલો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાયો

Follow us on

કોરોનાના આ કાળમાં ઘણા લોકોના સાચા ચહેરા બહાર આવ્યા છે. તો બીજી તરફ અમુક લોકોની મદદના કારણે તેમના સકારાત્મક ચહેરા જોવા મળ્યા છે. સોનુ સૂદ પણ આ લોકોમાંથી એક છે, જેમણે કોરોના કાળમાં સામાય જનતાની મદદ માટે પોતાના દરવાજા ખોલી દીધા. જી હા, લોકડાઉન દરમિયાના લોકોને ઘરે પહોંચાડવાની વાત હોય, કે પછી ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થાની વાત હો. સોનુ હંમેશા આગળ રહ્યા છે.

સોનુ સૂદને લઈને ફરી સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. જી હા સોનુનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થઇ ગયો છે. આ પ્લાન્ટ નેલ્લોરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જી હા આ શહેરની સરકારી હોસ્પિટલમાં આ પ્લાન્ટ સ્થાપી કરાયો છે. સોનુએ થોડા સમય પહેલા સૌને વચન આપ્યું હતું, કે વિદેશથી તે ઓક્સિજન પ્લાન્ટ્સ લાવીને દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાપિત કરશે. પ્રથમ પ્લાન્ટ નેલ્લોરમાં સ્થાપિત થતા લોકો ભાવુક થઇ ગયા છે. અને રસ્તા પર ઉભા રહીને તાળીઓ સાથે સોનુનો આભાર માની રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સોનુ સૂદે પોતાના Instagram પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ઓક્સિજન પ્લાન્ટને લઈને લોકોનું અભિવાદન, સાથે દેશભક્તિના નારા અને ઉજવણી જેમ અલગ અલગ ભાવ સામે આવી રહ્યા છે. શહેરના લોકો માટે એક સુખદ અનુભવ જેવી લાગણી જોવા મળી રહી છે.

સોનુએ આ વિડીયો સાથે લોકોનો આભાર માન્યો. ઓક્સિજન પ્લાન્ટને ખુબ પ્રેમ દાખવવા બદલ સોનુએ લખ્યું કે “આવા વેલકમ માટે આભાર નેલ્લોર, મને આશા છે કે અમે મોકલેલો આ ઓક્સિજન પ્લાન્ટ ઘણા લોકોનું જીવન બચાવવામાં આપણી મદદ કરશે. જય હિન્દ #MissionHospitalOxygen.

ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થવા પર સોનુ એ કહ્યું લે, ‘હું ખુશ છું કે પહેલો ઓક્સિજન પ્લાન નેલ્લોરની સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. દરેક લોકલ વ્યક્તિ અને તબીબોને આનાથી મદદ મળશે. આ ઓક્સિજન પ્લાન્ટ ઈંસ્ટોલેશન ડ્રાઈવની શરૂઆત છે. હજુ દેશના અનેક શહેરમાં આ કાર્ય થવાનું છે. જય હિન્દ.

 

આ પણ વાંચો: વિડીયો પોસ્ટ કરીને બોલીવુડ હિરોઈન Payal Rohatgi એ કહ્યું, ‘અમદાવાદ પોલીસને શરમ આવવી જોઈએ’

આ પણ વાંચો: Big News: કરણની આગામી ફિલ્મમાં રણવીર અને આલિયા સહીત જોવા મળશે આ દિગ્ગજ કલાકારો, જાણો વધુ વિગત

Next Article