Sonu Sood: ‘તમે ડબલચેક કરી લો’, ડીએમએ મદદ કરવા પર ઉઠાવ્યા પ્રશ્નો, અભિનેતાએ આપ્યો યોગ્ય જવાબ

સોશિયલ મીડિયા પર, લોકો સોનુ સૂદ પાસે મદદ માંગે છે અને કલાકારો તરત જ તેમની મદદ કરે છે. પછી ભલે તે કોવિડ સાથે સંબંધિત હોય અથવા કોઈ અન્ય સમસ્યા.

Sonu Sood: તમે ડબલચેક કરી લો, ડીએમએ મદદ કરવા પર ઉઠાવ્યા પ્રશ્નો, અભિનેતાએ આપ્યો યોગ્ય જવાબ
Sonu Sood
| Edited By: | Updated on: May 18, 2021 | 1:12 PM

કોરોના સમયગાળામાં લોકોના મસીહા તરીકે ઉભરી આવેલા સોનુ સુદ છેલ્લા એક વર્ષથી લોકોને સતત મદદ કરી રહ્યા છે. વર્ષ 2020 માં શરૂ થયેલ આ ભયાનક રોગચાળામાં લાગેલા લોકડાઉનની વચ્ચે, સોનુ સૂદે ઘણાં સ્થળાંતરીત મજૂરોને તેમના ઘરે પહોચાડીને ઉમદા કામોની શરુઆત કરી હતી. તે સમયથી આજ સુધી, સહાયનો સિલસિલો લગાતાર ચાલુ છે.

સોશિયલ મીડિયા પર, લોકો સોનુ સૂદ પાસે મદદ માંગે છે અને કલાકાર તરત જ તેમની મદદ કરે છે. પછી ભલે તે કોવિડ સાથે સંબંધિત હોય અથવા કોઈ અન્ય સમસ્યા. એકવાર સોનુ સૂદ હા પાડી દે છે, તો મદદ લોકો સુધી પહોંચી જાય છે. પરંતુ એક વાત જે આશ્ચર્યજનક કરી દેવા વાળી છે કે હવે લોકો સોનુ સૂદની નિસ્વાર્થ ભાવથી કરેલી મદદ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. આવું જ કંઈક તાજેતરમાં થયું હતું પરંતુ સોનુએ તેનો યોગ્ય જવાબ આપ્યો છે.

દરઅસલ, સોનુ સૂદે થોડાક દિવસો પહેલા ઑડિશાના ગંજામથી મદદ માંગી રહેલ એક વ્યક્તિની સહાયતા કરી હતી. જે બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે દર્દીને મદદ કરવામાં આવી છે. પરંતુ સોનુના ટ્વીટને રિટ્વીટ કરતા ગંજામનાં ડીએમે સોનુ દ્વારા મદદ કરવાની વાત ખોટી ગણાવી છે. જે બાદ સોનુ સૂદે દર્દીના પરિવાર સાથે વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને ડીએમને યોગ્ય જવાબ આપ્યો.

સોનુ સૂદે ટ્વિટ કરીને લખ્યું, ‘સર, અમે ક્યારેય દાવો કર્યો ન હતો કે તમને મદદ માટે કહેવામાં આવ્યું છે, અમને જરૂરિયાતમંદ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને અમે તેમના માટે બેડની વ્યવસ્થા કરી છે. હું તમારા માટે થોડીક ચેટ પણ શેર કરું છું. તમારી ઓફિસ ખૂબ સારી કામગીરી બજાવી રહી છે અને તમે ડબલ તપાસ કરી શકો છો કે અમે પણ તેની મદદ કરી છે. મેં તમને તેનો નંબર મેસેજમાં મોકલ્યો છે. જય હિન્દ. ‘

 

તમને જણાવી દઈએ કે ઑડિશાના ગંજામ જિલ્લાના ડીએમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં સોનુ સૂદ દ્વારા એક ટ્વીટનો સ્ક્રીનશોટ જોડવામાં આવ્યો હતો. આ સાથે તેમણે લખ્યું, ‘અમારો સોનુ સૂદ ફાઉન્ડેશન અથવા તેમની ટીમ સાથે કોઈ સંપર્ક થયો નથી. બતાવામાં આવેલ દર્દી હોમ આઈસોલેશનમાં છે અને તેમની સ્થિતિ સ્થિર છે. પથારીની કોઈ સમસ્યા નથી. બહરામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન તેની દેખરેખ રાખી રહ્યું છે. સીએમઓ ઑડિશા ‘.

https://twitter.com/Ganjam_Admin/status/1394202241125425153

ભૂતકાળમાં પણ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ સોનુ સૂદને આટલી મદદ કરવા બદલ ટ્રોલ કર્યા હતા. લોકો કહેતા કે સોનુ વગર કોઈ મતલબે લોકોની મદદ કેમ કરી રહ્યા છે. આના પર, તેમણે યોગ્ય જવાબ આપતા કહ્યું કે, કોઈનું તેમને ફ્રોડ કહેવું એવું છે કે કોઈ ભ્રષ્ટ અધિકારી ઈમાનદારીથી સારા કામ કરનારા અધિકારીને નિશાન બનાવતા રહે છે. જો કે, તેમનું માનીએ, તો તેઓ આવા લોકો પર ધ્યાન આપીને તેમનો સમય બગાડવા માંગતા નથી.