Sonu Soodએ ગેરકાયદે બાંધકામના કેસમાં સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી, ટ્વિટર પર આ પોસ્ટ લખી

|

Feb 05, 2021 | 4:00 PM

રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ અંગે BMCની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જનાર અભિનેતા સોનુ સૂદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે.

Sonu Soodએ ગેરકાયદે બાંધકામના કેસમાં સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી, ટ્વિટર પર આ પોસ્ટ લખી
Sonu Sood

Follow us on

રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ અંગે BMCની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જનાર અભિનેતા સોનુ સૂદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. સોનુ સૂદની અરજીની સુનાવણી આજે સુપ્રિમ કોર્ટના  ત્રણ જજની બેંચની હાજરીમાં થઈ હતી, ત્યારબાદ અભિનેતાએ તેમની અરજી પાછી ખેંચી લીધી હતી.

મિડીયા રિપોર્ટ અનુસાર, સોનુ સૂદે બીએમસી સાથે વાતચીત કરીને મામલો હલ કરવાની પહેલ કરી છે. અભિનેતા મુકુલ રોહતાગીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેઓ કોર્ટની બહાર બીએમએસી સાથે વાતચીત કરીને આ કેસનો ઉકેલ શોધી લેશે. આ અંગે ખુશી વ્યક્ત કરતાં કોર્ટે BMCને આદેશ આપ્યો કે જ્યાં સુધી આ મામલો પારસ્પરિક સંમતિથી કોર્ટની બહાર ન ઉકેલાય ત્યાં સુધી સૂદ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલા ન લેવા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આપને જણાવી દઈએ કે સોનુ સૂદને જૂહુમાં તેમના મકાનમાં ગેરકાયદે બાંધકામો અંગે તાજેતરમાં BMC દ્વારા નોટિસ મોકલી હતી. આ પછી સોનુ સૂદે મુંબઈમાં આ કેસમાં અરજી કરી રાહતની માંગ કરી હતી. જોકે, તેમની અપજી ઉચ્ચ ન્યાયાલય નામંજૂર કરી હતી. તે પછી સોનુ સૂદે હાઇકોર્ટમાં અરજી કરી. જેની આજે સુનાવણી થઈ હતી અને સુનાવણી પછી અભિનેતા તેની અરજી પાછી ખેંચી લીધી હતી.

આ નિર્ણય પછી, અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લાંબી પહોળી પોસ્ટ લખી છે, જેમાં અભિનેતાએ લખ્યું છે કે તેણે ‘ન્યાયની જીત થશે’ એવો વિશ્વાસ બતાવ્યો છે. અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે ‘આખરે માનનીય સુપ્રીમ કોર્ટે મને તાજી હવામાં શ્વાસ લેવાની મંજૂરી આપી. કામ હંમેશાં કાનૂની રીતે કરવામાં આવતું હતું, પરંતુ તેને ખોટું રીતે રજુઆત કરવામાં આવ્યું હતું. મને અમારી ન્યાયિક પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે અને હું હંમેશા કાયદાની મર્યાદામાં રહીને કામ કરું છું. મેં હંમેશાં યોગ્ય રીતે વ્યવસાય કર્યો છે, મંજૂરી મેળવી છે અને કાયદેસર રીતે જરૂરી હોય તેવી દરેક રીતે મંજૂરી લિધી છે. દુર્ભાગ્યે, કેટલાક લોકોએ મારી છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો. જો હું તેમને આ બાબતને દૂર કરવા વિનંતી કરું છું, તો તેઓ પોતાને સામાજિક કાર્યકર્તાઓ તરીકે બતાવે છે પરંતુ તેઓ નથી. ‘ આ પછી, અભિનેતાએ તેના તમામ વકીલોનો આભાર માન્યો છે જે સતત તેમના સમર્થનમાં ઉભા રહે છે.

 

 

Next Article