દૂધનું દૂધ પાણીનું પાણી: સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં સોનમ કપૂરના રોલને લઈને ખુલાસો, ચર્ચાઓ પર વિરામ

|

Aug 30, 2021 | 10:54 AM

સોનમ કપૂર સમયમાં તેની ફિલ્મ બ્લાઈંડ સાથે આવી રહી છે. તેનું નિર્દેશન શોમ માખીજા કરશે. જોકે આ વચ્ચે અફવા ઉડી હતી કે સોનમ ભણસાલીની ફિલ્મમાં કામ કરશે. આ વાતનો હવે ખુલાસો થયો છે.

દૂધનું દૂધ પાણીનું પાણી: સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં સોનમ કપૂરના રોલને લઈને ખુલાસો, ચર્ચાઓ પર વિરામ
Sonam Kapoor will not be a part of Sanjay Leela Bhansali's upcoming film

Follow us on

સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) સાથે કામ કરવાનું દરેક સ્ટારનું સપનું હોય છે. ભણસાલી હંમેશા અલગ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ભસાલી આજકાલ પોતાની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi ) અને વેબ સિરીઝ હીરામંડીમાં (Heera Mandi) વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે તે હવે ફરીથી સોનમ કપૂર સાથે કામ કરવા જઈ રહ્યા છે, જોકે આ બાબત માત્ર એક અફવા સાબિત થઈ છે.

દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને કાર્તિક આર્યન થોડા સમય પહેલા ભણસાલીની ઓફિસની બહાર દેખાયા હતા. જો કે, સંજયના નજીકના મિત્રએ સ્પષ્ટ કર્યું કે આ બેઠક કેઝ્યુઅલ હતી. આ સાથે તાજેતરમાં સોનમ કપૂર (Sonam Kapoor) પણ સંજયની ઓફિસની બહાર જોવા મળી હતી.

ભણસાલીની ફિલ્મમાં નહીં હોય સોનમ

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જ્યારે સોનમ ભણસાલીની ઓફિસની બહાર દેખાઈ ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે તે ટૂંક સમયમાં ફરી ડિરેક્ટર સાથે કામ કરશે. જો કે, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આવું કંઈ થવાનું નથી. એક સમાચાર મુજબ, બાકીના સ્ટાર્સની જેમ સોનમ પણ માત્ર સંજયને મળવા ગઈ હતી.

અહેવાલ અનુસાર, ઘણા સ્ટાર્સ એવા છે જે સંજયને મળવા આવે છે, અને ડિરેક્ટર સાથે વાત કરે છે. કોઈને મળવાનો અર્થ એ નથી કે સાથે કામ કરવું. એટલે કે ફેન્સની આશા તૂટી ગઈ છે કે સોનમ ફરી ભણસાલી સાથે કામ કરશે. જોકે જ્યારે પણ ભણસાલી પોતાની કોઈ પણ ફિલ્મની જાહેરાત કરે છે, ત્યારે તે ખાસ જ હોય છે. આવી સ્થિતિમાં સ્ટાર્સની મુલાકાત માત્ર ઔપચારિક હોય તેવું માનવું જરા અઘરું છે. કેમ કે ભણસાલી સાથે કામ કરવા માટે ઘણા લોકો મહેનત કરી રહ્યા છે.

સંજય સાથે સોનમનું ડેબ્યુ

તમને જણાવી દઈએ કે સોનમ કપૂરને સંજય લીલા ભણસાલીએ લોન્ચ કરી હતી. સોનમે ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી રણબીર કપૂર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2007 માં સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. તે સમયે ફિલ્મ ખાસ કંઈ કરી શકી નહોતી. જો આપણે સોનમ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂર ટૂંક સમયમાં પોતાની ફિલ્મ બ્લાઇન્ડ સાથે આવી રહી છે. શોમ માખીજા આ ફિલ્મનું નિર્દેશન કરશે. સોનમ આ ફિલ્મમાં એક અંધ વ્યક્તિની ભૂમિકા ભજવશે.

 

આ પણ વાંચો: “પૈસો કા જલવા”: દીપિકાએ નાઈટ આઉટમાં જવા માટે પહેર્યા આ કપડા, જેની કિંમતમાં આવી જાય એક બાઈક

આ પણ વાંચો: Kapil Sharma Show: સિદ્ધુ પાજીએ આવીને લઈ લીધી જજની સીટ! જાણો પછી શું કર્યું અર્ચનાએ

Next Article