સોનમ કપૂરે શેર કર્યો પુત્ર વાયુનો ક્યૂટ વીડિયો, પોસ્ટ જોઈ ફેન્સે વરસાવ્યો પ્રેમ!!

સોનમ કપૂરે તેના પુત્ર વાયુની ખૂબ જ ખાસ ઝલક ચાહકો સાથે શેર કરી છે. સોનમનો પુત્ર વાયુ આજે 6 મહિનાનો થઈ ગયો છે. જેને લઈનેે તેણે પોસ્ટ કરતા ફેન્સ તરફથી વાયુને ખુબ જ આશીર્વાદ મળી રહ્યા છે.

સોનમ કપૂરે શેર કર્યો પુત્ર વાયુનો ક્યૂટ વીડિયો, પોસ્ટ જોઈ ફેન્સે વરસાવ્યો પ્રેમ!!
Sonam Kapoor shared a cute video of son Vayu
| Edited By: | Updated on: Feb 20, 2023 | 3:26 PM

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. સોનમની એક ઝલક પણ ઘણી હેડલાઇન્સ મેળવતી હતી. પરંતુ હવે નાનો વાયુ તેના કરતાં વધુ લાઇમલાઇટમાં આવી રહ્યો છે. તાજેતરમાં અભિનેત્રી અને તેના પુત્રની એક તસવીર અને ક્યૂટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનમના પુત્ર વાયુની મસ્તી અને નિર્દોષતા સ્પષ્ટપણે જોવા મળે છે.

વાયુ 6 મહિનાનો થતા સોનમે શેર કરી પોસ્ટ

વાયુ 6 મહિનાનો થતા અભિનેત્રીએ પુત્ર માટે ખૂબ જ સુંદર પોસ્ટ લખી છે. આ સાથે પુત્રની મીઠી ઝલક પણ બતાવવામાં આવી છે. પોસ્ટમાં એક વીડિયો પણ છે, જેમાં વાયુ કુર્તા પાયજામા પહેરીને જમીન પર રમતો જોવા મળી રહ્યો છે. 6 મહિનાનો વાયુ જમીન પર રાખેલા રમકડાંને પકડીને રમવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં વાયુ તેની માતા સોનમના ખોળામાં લાડ કરતો જોવા મળી રહ્યો છે. જેની સાથે વીડિયો પણ શેર કર્યો છે. આ તસવીર અને વીડિયોને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

વાયુનો વાયરલ વીડિયો સોનમે પોતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘વાયુ 6 મહિનાનો થયો છે. વિશ્વનુ શ્રેષ્ઠ કામ , મારા આશીર્વાદ, હું તને ખૂબ પ્રેમ કરું છું મારા પુત્ર. તારા પપ્પાએ અને મેં આનાથી વધુ કંઈ માગ્યું નથી.’ વીડિયો સિવાય પોસ્ટમાં એક ક્યૂટ તસવીર પણ છે, જેમાં વાયુ સોનમના ખોળામાં બેઠેલો જોવા મળી રહ્યો છે.

સોનમ કપૂર 20 ઓગસ્ટે માતા બની હતી

સોનમ કપૂર અને આનંદ આહુજા 20 ઓગસ્ટ 2022ના રોજ પ્રથમ બાળકના માતા-પિતા બન્યા હતા. ત્યારથી, સોનમે તેના પુત્રની તસવીર ઘણી વખત શેર કરી છે, પરંતુ ક્યારેય તેનો ચહેરો દર્શાવ્યો નથી. આજે શેર કરેલી તસવીરમાં પણ ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ સોનમે આ પહેલા ક્યારેય આવી ઝલક શેર કરી ન હતી. તસવીરમાં વાયુ તેની માતાના ખોળામાં બેસીને રમતા જોવા મળે છે. જ્યારે જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં તે ઘણા અલગ-અલગ રમકડાં સાથે રમતા જોવા મળે છે.

સોનમ કપૂરે તેના પુત્ર વાયુની ખૂબ જ ખાસ ઝલક ચાહકો સાથે શેર કરી છે. સોનમનો પુત્ર વાયુ આજે 6 મહિનાનો થઈ ગયો છે. જેને લઈનેે તેણે પોસ્ટ કરતા ફેન્સ તરફથી વાયુને ખુબ જ આશીર્વાદ મળી રહ્યા છે.

Published On - 3:26 pm, Mon, 20 February 23