
સોનમે જીજુ કરણ માટે લખ્યુ કે, તમે હંમેશાથી ફેમિલી હતા. તમારી દોસ્તી મારા જીજુ હોવાના ટાઇટલથી વધુ મહત્વની છે. પણ હુ એટલી ઉત્સાહિત છુ કે તમે છો. લવ યુ

લગ્નમાં સોનમ કપૂરે પેસ્ટલ ગ્રીન કલરનો સૂટ પહેર્યો હતો. તેમના આ ટ્રેડિશનલ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોનમ સિમ્પલ લુકમાં ખૂબ સુંદર લાગી રહી હતી.

સોનમ કપૂરે તેના પતિ આનંદ સાથે ઘણી તસવીરો શેયર કરી છે. આ ફોટોઝમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી.