Sonakshi Sinhaએ હુમા કુરેશીને આપી લીગલ નોટિસ મોકલવાની ધમકી, જાણો શું છે મામલો

|

Nov 02, 2021 | 12:05 AM

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ સોશિયલ મીડિયા પર અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi)ને કાનૂની નોટિસ મોકલવાની ધમકી આપી છે અને તેના ફોટા પોસ્ટ ન કરવા કહ્યું છે.

Sonakshi Sinhaએ હુમા કુરેશીને આપી લીગલ નોટિસ મોકલવાની ધમકી, જાણો શું છે મામલો
Sonakshi SInha, Huma Qureshi

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે કંઈક ને કંઈક શેર કરતી રહે છે. હંમેશા મજાક મસ્તી કરતી સોનાક્ષી સિન્હા આ વખતે ગુસ્સે થઈ ગઈ છે. તેણે અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi)ને કાનૂની નોટિસ મોકલવાની ધમકી પણ આપી છે. હુમા કુરેશીએ હેલોવીન નિમિત્તે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેણે પોતાનો ચહેરો માસ્કથી ઢાંક્યો છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું- હેપ્પી હેલોવીન.. ગઈ રાતનો ફોટો. હુમાની તસ્વીર પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી છે.

 

સોનાક્ષીએ આપી લીગલ નોટિસ મોકલવાની ધમકી

હુમાની આ પોસ્ટ પર સોનાક્ષી સિન્હાએ કમેન્ટ કરી છે. તેણે લખ્યું- એક્સક્યૂઝ મી.. તમે મારી પરવાનગી વિના મારી ફોટા કેમ પોસ્ટ કરી રહ્યા છો? અને એવો ડોળ કર્યો કે આ ફોટા તમારા છે. સોનાક્ષીની કમેન્ટ પર હુમાના ભાઈ સાકિબે જવાબ આપ્યો.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

તેમણે લખ્યું- હાહાહા અહીં પણ ચીટિંગ. જેના જવાબમાં સોનાક્ષીએ લખ્યું કે તે ઈચ્છે છે કે લોકો તેને સુંદર કહે, જેના કારણે તે મારા ફોટા શેર કરી રહી છે. સોનાક્ષી આટલેથી ન અટકી. તેણે હુમાનો ફોટો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો અને લખ્યું- માત્ર કોમ્પ્લીમેન્ટ માટે મારા ફોટાને પોતાની કહીને પોસ્ટ કરશો નહીં. હું તમને કાનૂની નોટિસ મોકલી રહી છું.

 

 

સોનાક્ષીએ કરી મજાક

તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને હુમા મજાક કરી રહી છે. સોનાક્ષી હુમાની મજાક રહી છે. બંને એકબીજાના ખૂબ સારા મિત્રો છે. ઘણી વખત તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાની મજાક કરતા જોવા મળે છે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો, હુમા કુરેશી તાજેતરમાં અક્ષય કુમાર (Akshay Kumar) સાથે ફિલ્મ બેલ બોટમ (Bell Bottom)માં જોવા મળી હતી. તેની ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં હુમા અને અક્ષય સાથે લારા દત્તા (Lara Dutta) અને વાણી કપૂર (Vaani Kapoor) મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

તે ટૂંક સમયમાં બોની કપૂરની ફિલ્મ વલીમઈમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજિત કુમાર પણ જોવા મળશે. બીજી તરફ સોનાક્ષી સિન્હાની વાત કરીએ તો તે છેલ્લે અજય દેવગણ (Ajay Devgn) સાથે ભુજ (Bhuj) ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

 

આ પણ વાંચો :- Janhvi Kapoor અને સારા અલી ખાન પહોંચ્યા કેદારનાથ મંદિર, દર્શન કરતી વખતે બંનેના ફોટા આવ્યા સામે

 

આ પણ વાંચો :- વરુણ ધવને કરી Kiara Advaniના પોઝની નકલ, વિક્કી કૌશલ-અર્જુન કપૂરે પોસ્ટ પર કરી મજેદાર કમેન્ટ

 

Published On - 11:59 pm, Mon, 1 November 21

Next Article