Social Media Troll: આ હિરોઈનને ટ્રોલર કહી રહ્યા છે આમિરના છૂટાછેડાનું કારણ, જાણો વિગત

આજ કાલ ટ્રોલ નામનું દુષણ વધતું જઈ રહ્યું છે. હવે આમિર ખાનના છૂટાછેડા બાદ સોશિયલ મીડિયાના ટ્રોલે એક હિરોઈનને ટાર્ગેટ કરી છે અને તેના નામે મજાક ઉડાવવાની શરુ કરી છે.

Social Media Troll: આ હિરોઈનને ટ્રોલર કહી રહ્યા છે આમિરના છૂટાછેડાનું કારણ, જાણો વિગત
ટ્રોલના નિશાના પર ફાતિમા
| Edited By: | Updated on: Jul 03, 2021 | 5:13 PM

આમિર ખાન અને કિરણ રાવ લગ્નના 15 વર્ષ પછી અલગ થઈ ગયા છે. લવ મેરેજ કરીને એકબીજાને પસંદ કરી લગ્ન કર્યાના આટલા વર્ષો બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા છે. તો આ સમાચાર આવતાની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિભાવ આપવાના શરુ કરી દીધા છે. જી હા કેટલાક આમિર અને કિરણના આ નિર્ણયને માન આપી રહ્યા છે, તો કેટલાક અભિનેતાને ટ્રોલ કરી રહ્યાં છે.

અને કેટલાક તો આમિર સાથે અન્ય અભિનેત્રીનું નામ જોડી રહ્યા છે. જી હા આ મામલે અભિનેત્રી ફાતિમા સના શેખને પણ ટ્રોલ કરી રહ્યા છે. લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે શું ફાતિમા બંનેના અલગ થવાનું કારણ તો નથીને. ઘણા વપરાશકર્તાઓ ફાતિમાને ટ્રોલ પણ કરી રહ્યા છે. જી હા અમુક કોમેન્ટ્સમાં જોવા મળે છે કે ટ્રોલનું દુષણ કેટલી હદે વધી ગયું છે.

https://twitter.com/TausifSRKian01/status/1411212464230785024

તમને જણાવી દઈએ કે આમિર અને ફાતિમા દંગલ, અને થગ્સ ઓફ હિન્દુસ્તાનમાં સાથે જોવા મળ્યા હતા. દંગલ ફાતિમાની ફિલ્મ કરિયરમાં શરૂઆત હતી.

ચાલો અમે તમને જણાવી દઈએ કે ફાતિમાએ બાળ કલાકાર તરીકેની અભિનયની કારકીર્દિની શરૂઆત કરી હતી. ચાચી 420 માં કમલ હાસનની પુત્રીના પાત્રથી તેને ઘણી લોકપ્રિયતા મળી. આ સાથે જ તેણે શાહરૂખ ખાન સાથે વન ટુ કા ફોરમાં પણ કામ કર્યું હતું.

જોકે આમિર અને ફાતિમાનું ભલે લોકો નામ જોડી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ આમિર અને ફાતિમા વિશેના સંબંધોને લઈને એવા કોઈ અહેવાલ આવ્યા નથી. જો કે આવી અફવાઓ ઉડતી રહી છે. જેના કારણે ટ્રોલ સોશિયલ મીડિયા પર આ વિશે ટીકા ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ફરી અફવાના બજારો ગરમ થવાની શક્યાતા છે.

જો કે ફાતિમા અને સાન્યાના સંબંધોના અહેવાલો પણ આવ્યા હતા, જેને સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા. ફાતિમાએ આ વિશે કહ્યું હતું કે ‘જ્યારે અમે આ સમાચાર સાંભળ્યા ત્યારે અમે બંને ખૂબ હસી પડ્યા. અમે સારા મિત્રો છીએ અને સાથે ફરવા જવાનો અર્થ એ નથી કે અમે રિલેશનશિપમાં છીએ. ઠીક છે, હું સાન્યા પાસેથી ઘણું શીખું છું. હું તેમના કામ પ્રત્યેના સમર્પણથી ખૂબ પ્રેરિત છું.

 

આ પણ વાંચો: શું છે નવો Cinematograph Act? કેમ ફિલ્મજગતના લોકો કરી રહ્યા છે આનો વિરોધ? જાણો

આ પણ વાંચો: Vicky Kaushal એ શેર કરી ફિલ્મ ‘ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા’ મા તેમના લુકની ઝલક, જુઓ તસ્વીરો