Happy birthday Sidharth Shukla : બેહદ સિમ્પલ માણસ હતો સિદ્ધાર્થ શુક્લા, પરિવાર અને શહનાઝ સાથે જ સેલિબ્રેટ કરતો હતો બર્થડે

આજે સિદ્ધાર્થ શુક્લાનો બર્થ ડે છે. સિદ્ધાર્થના ફેન્સ આજે ખૂબ જ ભાવુક છે. ફેન્સથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ સિદ્ધાર્થ સાથે જોડાયેલી યાદો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

Happy birthday Sidharth Shukla : બેહદ સિમ્પલ માણસ હતો સિદ્ધાર્થ શુક્લા, પરિવાર અને શહનાઝ સાથે જ સેલિબ્રેટ કરતો હતો બર્થડે
Sidharth shukla
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:09 AM

Sidharth Shukla Birthday : દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) પ્રતિભાશાળી એક્ટરો પૈકી એક હતા. સિદ્ધાર્થે પોતાની કરિયરમાં ઘણા હિટ શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત, સિદ્ધાર્થ વાસ્તવિક જીવનમાં ખૂબ જ દયાળુ વ્યક્તિ હતો. તે તેના ફેન્સને પણ ખૂબ પ્રેમ કરતો હતો. આ જ કારણ છે કે તે હંમેશા ફેન્સના દિલમાં વસી ગયો છે. આજે પણ સિદ્ધાર્થ શુક્લા આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ પરિવાર, મિત્રો અને ફેન્સના દિલમાં હંમેશા જીવંત છે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાનું આ વર્ષે સપ્ટેમ્બરમાં અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી બધાને આઘાત લાગ્યો હતો. કોઈ માની જ ન શકે કે તે આપણને બધાને છોડીને ચાલ્યો ગયો. આજે સિદ્ધાર્થનો બર્થડે છે. સિદ્ધાર્થના બર્થડે પર અમે જણાવીએ છીએ કે ગયા વર્ષ સુધી કલાકારો તેમનો બર્થડે કેવી રીતે ઉજવતા હતા

પરિવાર અને શહનાઝ સાથે ઉજવણી કરતી હતી
સિદ્ધાર્થ શુક્લા દર વર્ષે પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવતો હતો. પરંતુ જ્યારથી શહેનાઝ ગિલ તેના જીવનમાં આવી છે. ત્યારથી તે શહનાઝ, માતા, બહેન અને નજીકના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતો હતો.

ગયા વર્ષના જન્મદિવસની ઉજવણીનો વીડિયો શહનાઝે શેર કર્યો હતો. શહનાઝે અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે, સિદ્ધાર્થના ફેન્સ દ્વારા અન્ય એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ કેક કાપી હતી.

તો સિદ્ધાર્થ તેના બર્થડે પર પરિવાર સાથે જ સમય પસાર કરતો હતો. તે જ સમયે એક મીડિયા સાથેની વાતચીતમાં સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, ‘મારા જન્મદિવસ પર કોઈ મોટો પ્લાન નથી કારણ કે મને કંઈ ખાસ નથી લાગતું. જોકે મને પરિવાર સાથે સમય પસાર કરવો ગમે છે. હું મારો જન્મદિવસ સાદી રીતે ઉજવું છું.

તમને જણાવી દઈએ કે શહનાઝ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે ખૂબ જ સારું બોન્ડ હતું. ફેન્સ પણ બંનેને ખૂબ પસંદ કરે છે. શહનાઝે ઘણી વખત સિદ્ધાર્થ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પરંતુ સિદ્ધાર્થ તેને હંમેશા સારો મિત્ર કહે છે.

સિદ્ધાર્થની પ્રોફેશનલ લાઈફ
સિદ્ધાર્થ છેલ્લે બિગ બોસ 14માં જોવા મળ્યો હતો. તે સિનિયર તરીકે શોમાં ગયો હતો. આ શોમાં સિદ્ધાર્થને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય તે બ્રોકન બટ બ્યુટીફુલ 3 માં જોવા મળ્યો હતો. શોમાં સિદ્ધાર્થના કામના ખૂબ વખાણ થયા હતા.

આ પણ વાંચો : Happy birthday Rajinikanth : એક મહિલાએ રજનીકાંતના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

આ પણ વાંચો : Omicronના વધતા જતા કેસોએ આ દેશની વધારી દીધી ચિંતા, જાન્યુઆરીમાં આવી શકે છે મોટી લહેર