Sidharth Shukla dies:સિદ્ધાર્થ શુક્લાએ છેલ્લી વખત કર્યા હતા રિયલ લાઈફ હીરોને સલામ, અભિનેતાની છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના અચાનક નિધન બાદ તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહી છે.

Sidharth Shukla dies:સિદ્ધાર્થ શુક્લાએ છેલ્લી વખત કર્યા હતા રિયલ લાઈફ હીરોને સલામ, અભિનેતાની છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Sidharth Shukla
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:25 PM

દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના અચાનક અવસાનથી ટીવી ઉદ્યોગની સાથે સાથે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ હચમચી ગઈ છે. સિદ્ધાર્થ શુક્લ (Sidharth Shukla) આજે આપણી વચ્ચે નથી રહ્યા. ટીવી સિરિયલ સ્ટાર સિદ્ધાર્થ શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હતા. સિદ્ધાર્થ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે વાતચીત કરતા હતા.

અભિનેતા ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને તેમના આગામી પ્રોજેક્ટ્સ વિશે પણ જાણકારી આપતા રહેતા હતા. સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla Last Instagram Post) છેલ્લે 24 ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર પોસ્ટ કરી હતી અને ફ્રન્ટલાઈન વર્કર્સનો આભાર માન્યો હતો. જ્યારે ટ્વિટર પર, અભિનેતાએ તેના મૃત્યુના માત્ર 2 દિવસ પહેલા 30 ઓગસ્ટના રોજ છેલ્લી પોસ્ટ કરી હતી.

સિદ્ધાર્થની છેલ્લી પોસ્ટ વાયરલ

તમને જણાવી દઈએ કે અભિનેતાએ તેમના મૃત્યુ પહેલા પેરાલિમ્પિક્સમાં ભારતને મળેલા ગોલ્ડ માટે ખુશી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, સિદ્ધાર્થે પેરાલિમ્પિક ખેલાડીઓ સુમિત અંતિલ અને અવની લેખારાને અભિનંદન આપતાં લખ્યું કે ભારતીયો આપણને વારંવાર ગર્વ કરવાની તક આપી રહ્યા છે. પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ ઉપરાંત, એક વર્લ્ડ રેકોર્ડ, સુમિત અંતિલ અને અવની લેખરાને અભિનંદન.

 

એટલું જ નહીં, અભિનેતાએ છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર 24 ઓગસ્ટના રોજ શેર કરી હતી. સિદ્ધાર્થ શુક્લાએ ‘ધ હીરોઝ વી ઓ’ના પ્રમોશન માટે આ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં પણ સિદ્ધાર્થ શુક્લા રિયલ લાઈફ હીરો ડોકટરો અને નર્સોને સલામ કરતા જોવા મળ્યા હતા.

 

 


સોશિયલ મીડિયા પર સક્રિય હતા સિદ્ધાર્થ

સિદ્ધાર્થ શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા. રક્ષાબંધન પર પણ અભિનેતાએ ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી હતી. આ સાથે, આ વખતે તેમના 40 માં જન્મદિવસ પર, અભિનેતાએ રમુજી શૈલીમાં ટ્વિટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે બિગ બોસ 13 થી સિદ્ધાર્થ શુક્લાની લોકપ્રિયતા રાતોરાત વધી ગઈ હતી. શોના પહેલા દિવસથી જ અભિનેતાએ પોતાને વિજેતા તરીકે રજૂ કર્યા હતા. સિદ્ધાર્થની શોમાં શહનાઝ ગિલ સાથે ગાઢ મિત્રતા થઈ હતી. બંનેના અફેરના સમાચારો પણ ઘણા સમયથી આવતા હતા.

આ પણ વાંચો :- Sidharth Shukla Passes away: ટીવીના નહીં પણ કોન્ટ્રોવર્સીઝના પણ કિંગ હતા સિદ્ધાર્થ શુક્લ, પારો ગરમ થતા ઉઠાવી લેતા હતા હાથ

આ પણ વાંચો :- Photos :સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ કૂપર હોસ્પિટલ પહોંચ્યા અસીમ રિયાઝ અને હિન્દુસ્તાની ભાઉ, જુઓ તસ્વીરો