સિદ્ધાર્થ શુક્લાને છેલ્લી વખત જોવા માટે પોતાને સંભાળી ન શકી શહેનાઝ ગિલ, દર્દથી ચિસો પાડીને લીધું નામ

|

Oct 19, 2021 | 2:42 PM

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના નિધન બાદ તેમની મિત્ર શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ખરાબ રીતે તૂટી ગઈ છે. તેમની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સિદ્ધાર્થ શુક્લાને છેલ્લી વખત જોવા માટે પોતાને સંભાળી ન શકી શહેનાઝ ગિલ, દર્દથી ચિસો પાડીને લીધું નામ
Shehnaaz Gill

Follow us on

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ રીતે સિદ્ધાર્થના જવાના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. તેમના ચાહકો અને પરિવારની હાલત ખરાબ છે. સિદ્ધાર્થની મિત્ર શહેનાઝ ગિલ (Shehnaaz Gill) પણ ખરાબ રીતે તૂટી ગઈ છે. ચાહકો હંમેશા સિદ્ધાર્થ અને શહનાઝને સાથે જોવા માંગતા હતા, પરંતુ હવે આ જોડી તૂટી ગઈ છે. સિદ્ધાર્થ શુક્લા હવે પંચત્વમાં ભળી ગયા છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહનાઝ ગિલની હાલત જોઈને દરેકની આંખોમાંથી આંસુ આવી જશે.

સિદ્ધાર્થનું નામ લઈને રડી શહેનાઝ

સિદ્ધાર્થના અંતિમ દર્શન કરવા માટે શહેનાઝ ગિલ સ્મશાન ગઈ હતી. તે તેમના ભાઈ શાહબાઝ સાથે સ્મશાન ઘાટ ગઈ હતી. શહેનાઝ ખૂબ ખરાબ હાલતમાં છે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ચીસો પાડે છે અને એમ્બ્યુલન્સ તરફ દોડે છે. સિદ્ધાર્થનો મૃતદેહ આ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો છે. શહેનાઝને સંભાળવા માટે તેનો ભાઈ પણ તેની પાછળ દોડે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અહીં જુઓ શહેનાઝ ગિલનો વીડિયો

https://twitter.com/SanaKiUpdate/status/1433705861822697472?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1433705861822697472%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Ftelevision%2Fshehnaaz-gill-screaming-sidharth-and-running-towards-the-ambulance-emotional-video-viral-807493.html

શહેનાઝની હાલત ખરાબ છે

શહેનાઝના પિતા સંતોખ સિંહ સુખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શહેનાઝની હાલત સારી નથી. હું માની શકતો નથી કે આ બધું કેવી રીતે થઈ ગયું.

અલી ગોનીએ પણ જણાવી શહેનાઝની હાલત

સિદ્ધાર્થના મૃત્યુથી ટીવી કલાકારો અલી ગોની અને જસ્મીન ભસીન પણ દિલથી દુખી છે. તે મુંબઈમાં નહોતો પણ તેમને આ વાતની જાણ થતાં જ તેઓ પાછા આવી ગયા હતા અને સિદ્ધાર્થના ઘરે ગયા હતા. સિદ્ધાર્થના ઘરે તેમનાથી શહનાઝની હાલત જોઈ ન શકાઈ. તેમણે ભાવનાત્મક ટ્વીટ કરી અને શહેનાઝની હાલત જણાવી. તેમણે ટ્વીટ કર્યું – ચહેરો જે હંમેશા હસતો જોયો હતો .. ખુશ દેખાતો હતો પણ આજે જેવું જોયું બસ દિલ તૂટી ગયું. મજબૂત રહો સના.

તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની મિત્રતા બિગ બોસ 13 દરમિયાન થઈ હતી. બંનેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંનેએ બિગ બોસ 13 પછી ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. ચાહકોએ બંનેને સાથે જોવાનું પસંદ કર્યું. તાજેતરમાં બંને ડાન્સ દીવાના 3માં સાથે જોવા મળ્યા હતા.

Published On - 7:09 pm, Fri, 3 September 21

Next Article