
અભિનેત્રી શ્વેતા તિવારીની (Shweta Tiwari) પુત્રી પલક તિવારી (Palak Tiwari) આજકાલ પોતાની ડેબ્યૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે રોઝી ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી છે.

પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને માતા શ્વેતાની જેમ જ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

પલકે આજે તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં તે ઓફ-વ્હાઇટ કલરના પેન્ટ અને ટોપ સાથે ડેનિમ શોર્ટ જેકેટ પહેરીને ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે.

તસવીરોમાં પલક અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

પલકના ફોટા પર તેના ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - હોટ જ્યારે બીજાએ લખ્યું - સુંદર.