શ્રદ્ધા કપૂરની Someone Special સાથેની ચેટ થઈ લીક, જાણો દિલ ઈમોજી સાથે શું વાતો છે ચેટમાં

|

Jul 31, 2021 | 11:52 AM

શ્રદ્ધા કપૂરની એક તસ્વીર હમણા ખુબ વાયરલ થઇ રહી છે. વાયરલ ચેટમાં જોવા મળી રહ્યું છે કે શ્રદ્ધા કોઈ ખાસ સાથે ચેટ કરી રહી છે. ચાલો જાણીએ આ ચેટમાં શું હતું.

શ્રદ્ધા કપૂરની Someone Special સાથેની ચેટ થઈ લીક, જાણો દિલ ઈમોજી સાથે શું વાતો છે ચેટમાં
Shraddha Kapoor was seen chatting with someone special in the picture

Follow us on

અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) તેની સુંદરતા માટે ખુબ જાણીતી છે. બોલીવૂડમાં (Bollywood) તેનો ગ્લેમરસ અંદાજ સૌને પસંદ આવે છે. શ્રદ્ધા ઘણી વાર પાપારાજીના કેમેરામાં કેદ થઈ જાય છે. તાજેતરમાં પાપારાજીના કેમેરામાં શ્રદ્ધાની એવી તસ્વીર કેદ થઇ કે જેને લઈને ચર્ચાઓ થવા લાગી. જો અભિનેત્રી પણ આ તસ્વીરો જોશે તો તે પણ અચંબિત થઇ જશે.

ખરેખર એક પાપારાઝીએ શ્રદ્ધા કપૂરને તેની ફિલ્મના સેટ પર જોઈ. અને બાદમાં તેણે શ્રદ્ધાના એવા ફોટા ક્લિક કર્યા કે તે વાયરલ થઇ ગયા. શ્રદ્ધા આ તસ્વીરોમાં હંમેશની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. આ દરમિયાન, તે ફોન પર કોઈની સાથે ચેટ કરવામાં વ્યસ્ત હતી, પરંતુ તેણીને શું ખબર હતી કે જે તસવીરો ક્લિક કરવામાં આવી રહી છે તેમાં તેની ચેટ (Shraddha Kapoor Chat leak)  પણ કેદ થઈ રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોઈ ખાસ સાથે વાત કરી રહી હતી શ્રદ્ધા

તસ્વીરો જોતા લાગે છે કે શ્રદ્ધા કોઈ ખાસ સાથે વાત કરી રહી હતી. શ્રદ્ધાએ આ ખાસ વ્યક્તિનું નામ લખવાના બદલે દિલવાળા ઈમોજી મુકીને નંબર સેવ કરેલો જોવા મળે છે. જો કે ચેટમાં જોવા મળી રહ્યું છે કે શ્રદ્ધા લખે છે કે, “હું ક્યારેય તારા જેવા વ્યક્તિને નથી મળી”. સામે જવાબ આવે છે કે “મને ખુશી છે કે તું આ રીતે વિચારે છે.”

તું મને ગ્રેટ ફિલ કરાવે છે

આ બાદના મેસેજ થોડાક ચોંકાવનારા છે. શ્રદ્ધાના ફોનમાં જોવા મળી રહ્યું છે કે શ્રદ્ધા ચેટમાં લખે છે કે તું મને હંમેશા ગ્રેટ ફિલ કરાવે છે. અને સાથે દિલનો વરસાદ પણ કરી દીધો છે. સાથે તેના સપના પુરા કરવા માટે શ્રદ્ધાએ અભાર પણ માન્યો. તો સામે જવાબ આવ્યો કે આ મારું સૌભાગ્ય છે. જ્યારે કંઈ કામ હોય મને કહેજે.

કોની સાથે છે સંબંધમાં?

તમને જણાવી દઈએ કે શ્રદ્ધાનું રિલેશનશિપ ફોલોગ્રાફર રોહન શ્રેષ્ઠ (Rohan Shrestha) સાથે હોવાની વાતો આવતી રહે છે. હવે અભિનેત્રી ચેટમાં તેની સાથે જ વાત કરી રહી છે કે કેમ એ પણ એ પ્રશ્ન છે. પાપારાઝીની તસ્વીર પ્રમાણે જે ચેટ જોવા મળી રહી છે તે સાચી છે કે નહીં તેની કોઈ પૃષ્ટિ થઇ નથી. તેમજ શ્રદ્ધાનો પણ આ અંગે કોઈ જવાબ આવ્યો નથી. જો કે ચેટ એડિટ કરેલી પણ હોઈ શકે છે. અથવા પ્રમોશનનો ભાગ પણ હોઈ શકે છે.

 

આ પણ વાંચો: જ્યારે મનોજ બાજપેયીની એક્ટિંગ જોઈને આ 2 મોટી અભિનેત્રીઓ પગે લાગી, નામ જાણીને રહી જશો હેરાન

આ પણ વાંચો: શિલ્પાના સમર્થનમાં આવ્યા હંસલ મહેતા, બોલીવૂડના અન્ય લોકોની કાઢી ઝાટકણી, જાણો શું કહ્યું

Next Article