Oscars 2022 માટે શોર્ટલિસ્ટ થઈ ‘શેરની’ અને ‘સરદાર ઉધમ’, આ ફિલ્મ પર પણ છે નજર

|

Oct 21, 2021 | 10:52 PM

ફિલ્મ શેરર્ની અને સરદાર ઉધમ આગામી વર્ષના ઓસ્કાર એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે, આ બંને ફિલ્મો ઓસ્કારની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે પસંદ કરવામાં આવી છે.

Oscars 2022 માટે શોર્ટલિસ્ટ થઈ શેરની અને સરદાર ઉધમ, આ ફિલ્મ પર પણ છે નજર
Oscars 2022

Follow us on

જો કે કોરોનાના પ્રકોપનો કહેર દરેક ક્ષેત્રમાં પડ્યો, પરંતુ તેની અસર બોલિવૂડ (Bollywood)માં ઘણી જોવા મળી છે. લોકડાઉન (Lockdown) ને કારણે થિયેટરો બંધ હતા ત્યારે ફિલ્મનું શૂટિંગ પણ અટકી ગયું હતું. તમને જણાવી દઈએ કે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Film Federation of India) ના 15 સભ્યોની જૂરીએ એકેડમી એવોર્ડ્સ (Academy Awards) માં ભારતની એન્ટ્રી માટે 14 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરી.

હવે સિનેમાની 14 ખાસ ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જેમાં એકથી એક નાયાબ ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 15 સભ્યોની જ્યુરીની અધ્યક્ષતા શાજી એન કરનએ કરી છે.

ખાસ ફિલ્મને મળ્યું સ્થાન

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

આ યાદીમાં ફિલ્મ શેરની અને સરદાર ઉધમને સમાવવામાં આવી છે. આગામી વર્ષે યોજાનારા ઓસ્કાર એવોર્ડ માટે આ બે સ્ટાર્સની આ ખાસ ફિલ્મો પસંદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ બંને ફિલ્મોને ઓસ્કારની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે પસંદ કરવામાં આવી છે.

કોલકાતામાં જ આ ફિલ્મોનું સ્ક્રીનિંગ ઓસ્કારના જ્યુરી સભ્યો માટે રાખવામાં આવ્યું છે. જે બાદ વિદ્યા બાલન (Vidya Balan)ની ફિલ્મ શેરની (Sherni) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) ની ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham) પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ બંને ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રજૂ કરવામાં આવી છે.

આ 14 ફિલ્મોમાં મલયાલમ ફિલ્મ નાયટૂ, તમિલ ફિલ્મ મંડેલા, હિન્દી ફિલ્મોમાં વિદ્યા બાલનની ‘શેરની’ અને તાજેતરમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલની ‘સરદાર ઉધમ’ નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે સરદાર ઉધમ એક હિંમતવાન ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહની વાર્તા છે, જેઓ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડમાં નિર્દયતાથી માર્યા ગયેલા લોકોના મોતનો બદલો લેવાના મિશન પર હતા. જ્યારે ફિલ્મ શેરની વાર્તા મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે ચાલી રહેલી મુશ્કેલીઓને દર્શાવે છે. અમિત મસુરકરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

આ યાદીમાં જલ્લીકટ્ટુ (Jallikattu) પણ સામેલ છે

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જોસ પેલિસરી દ્વારા નિર્દેશિત મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ (Jallikattu film) ઓસ્કરમાં મોકલવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ ઓસ્કાર જ્યુરીની અંતિમ યાદીમાં સ્થાન મેળવી શકી નથી. આવી સ્થિતિમાં જોવું રહ્યું કે આ ખાસ ફિલ્મોને ઓસ્કરમાં સ્થાન મળે છે કે નહીં.

 

આ પણ વાંચો:- Photos: NCB ઓફિસ પહોંચી Ananya Panday, પિતા ચંકી પણ સાથે દેખાયા

આ પણ વાંચો:- Song Aila Re Aillaa :અક્ષયે અજય-રણવીર સાથે જબરદસ્ત કર્યો ડાન્સ, આ ફિલ્મમાંથી લીધું છે ‘સૂર્યવંશી’ નું આ ગીત, જુઓ ગીત

 

Published On - 8:31 pm, Thu, 21 October 21

Next Article