શોકિંગ : RRR ફિલ્મની HD પ્રિન્ટ આ વેબસાઈટ પર થઇ રહી છે ફ્રીમાં ડાઉનલોડ

|

Mar 25, 2022 | 6:18 PM

આલિયા ભટ્ટ જુનિયર NTR અને રામ ચરણ આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ તમામ કલાકારોની સાઉથ અને નોર્થમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મ પછી આલિયા ભટ્ટની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને દક્ષિણ ભારતીય સિનેમામાં આ આલિયાની ડેબ્યૂ ફિલ્મ છે.

શોકિંગ : RRR ફિલ્મની HD પ્રિન્ટ આ વેબસાઈટ પર થઇ રહી છે ફ્રીમાં ડાઉનલોડ
RRR Movie Official Poster

Follow us on

અત્યારે દેશભરમાં તમામ લોકો આલિયા ભટ્ટની (Alia Bhatt) શાનદાર એક્ટિંગના દીવાના બની ચુક્યા છે. આલિયા ભટ્ટની આજે રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’ આ વેબસાઈટ પર ફ્રીમાં ડાઉનલોડ થઈ રહી હોવાના સમાચારોથી સોશિયલ મીડીયામાં લોકોનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા એસ.એસ.રાજામૌલીની (S.S.Rajamauli) લેટેસ્ટ ફિલ્મ ‘RRR’ HD પ્રિન્ટમાં લીક થઈ રહી છે. આ ફિલ્મ આલિયા ભટ્ટ અને અજય દેવગનની (Ajay Devgn) સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મ વિશે દર્શકોએ આપેલા રિવ્યુમાં તેઓ કહે છે કે ,આ ફિલ્મ અદ્ભુત છે.

હાલમાં એસ.એસ. રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR’ને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. સોશિયલ મીડિયા પરની શરૂઆતની પ્રતિક્રિયાઓ જોતાં, એવું લાગે છે કે રામ ચરણ અને જુનિયર NTR બંને તેમની જોરદાર એક્ટિંગથી પ્રેક્ષકોને આકર્ષવામાં સફળ થયા છે. એસ.એસ. રાજામૌલીની આ લેટેસ્ટ ફિલ્મને સોશિયલ મીડિયા પર ખુબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જ્યાં એક તરફ આ ફિલ્મને જોવી જ જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ આ ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક થઈ ગઈ છે.

એસ.એસ. રાજામૌલીને મોટો ઝટકો લાગ્યો છે –

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. આ સમાચારથી ફિલ્મના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. અલબત્ત, આવી મોટી ફિલ્મના ઓનલાઈન લીક થવાથી તેના બોક્સ ઓફિસ કલેક્શન પર ખુબ જ માઠી અસર પડી શકે છે. RRR એ રૂ. 350 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આ વેબસાઇટ્સ પર થઇ આ ફિલ્મ લીક –

ફિલ્મીરેપ’, ‘તામિલ રોકર્સ’ અને ‘મૂવી રૂલ્સ’ નામની વેબસાઈટ પર RRR લીક થઈ ગયું છે. યુઝર્સ આ ફિલ્મને આડેધડ ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે. કેટલાક ચાહકો લોકોને વિનંતી કરી રહ્યા છે કે, તેઓ આવું ન કરે અને માત્ર થિયેટરોમાં જ ફિલ્મ જોવા જાય. જો કે આ અપીલની લોકો પર બહુ અસર થવાની નથી. અત્યાર સુધીમાં ઘણા લોકોએ આ ફિલ્મને ડાઉનલોડ કરીને જોઈ લીધી છે.

પહેલા આ ફિલ્મો પણ લીક થઈ ચુકી છે –

‘RRR’ એવી પહેલી ફિલ્મ નથી કે જે પાયરસી વેબસાઇટ્સનો શિકાર બની હોય. તાજેતરમાં, પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ‘રાધે શ્યામ’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. આ પહેલા રણબીર- દીપિકાની ’83’, પુષ્પા, ભીમલા નાયક જેવી મોટી ફિલ્મો પણ ઓનલાઈન લીક થઈ ચૂકી છે.

આ ફિલ્મની મજબૂત સ્ટાર કાસ્ટ છે – 

આલિયા ભટ્ટ જે જુનિયર NTR (Junior NTR) અને રામ ચરણ (Ram Charan) આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ તમામ કલાકારોની સાઉથ અને નોર્થમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ પછી આલિયા ભટ્ટની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને દક્ષિણ ભારતીય સિનેમામાં આ આલિયાની ડેબ્યૂ ફિલ્મ છે. આવી સ્થિતિમાં ફિલ્મને વધુ ફાયદો થવાની આશા છે. રામ ચરણ અને જુનિયર NTR એક જ ફિલ્મમાં હોવાથી ચાહકો પણ તેમને એકસાથે નિહાળવા માટે ખુબ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ સ્ટાર અજય દેવગન પણ જોવા મળશે.

 

આ પણ વાંચો – ‘યુટ્યુબ પર ધ કાશ્મીર ફાઇલ્સ ફ્રીમાં અપલોડ કરો’, અરવિંદ કેજરીવાલ આ કોમેન્ટથી સોશિયલ મીડિયા પર ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયા

Next Article