શિલ્પા શેટ્ટીએ પરિવાર અને મિત્રો સાથે કરી ક્રિસમસની ઉજવણી, કુન્દ્રા પરિવાર મુંબઈ છોડીને હિલ સ્ટેશન પહોંચ્યો

|

Dec 27, 2021 | 7:13 AM

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના બાળકો સાથે મસૂરીમાં ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી. ક્રિસમસના ખાસ દીવસ પર શિલ્પા અને રાજે બાળકો અને તેમના મિત્રો સાથે ખુબ જ આનંદ માણ્યો હતો.

શિલ્પા શેટ્ટીએ પરિવાર અને મિત્રો સાથે કરી ક્રિસમસની ઉજવણી, કુન્દ્રા પરિવાર મુંબઈ છોડીને હિલ સ્ટેશન પહોંચ્યો
Shilpa-raj (File photo)

Follow us on

સમગ્ર વિશ્વમાં ક્રિસમસની(Christmas)  ઉજવણી કરવામાં આવી છે. આ સાથે જ 2022ને શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પણ આ ફેસ્ટિવ સીઝનને પોતાના પરિવાર અને મિત્રો સાથે આનંદ કરવાના મૂડમાં છે. કેટલાક સેલેબ્સ પાર્ટી કરી રહ્યા છે તો કેટલાક રજાનો આનંદ માણી રહ્યા છે. આ લિસ્ટમાં શિલ્પા શેટ્ટી (shilpa shetty) કુન્દ્રા પણ છે જે વેકેશન માણવા તેના પરિવાર સાથે નીકળી છે. મસૂરીના સુંદર મેદાનોમાં, શિલ્પાની તસ્વીરો અને વિડીયો ફેન્સને ઘણા પસંદ આવી રહ્યા છે.

મસૂરીમાં નાતાલની ઉજવણી
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના બાળકો સાથે મસૂરીમાં ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી. વાસ્તવમાં શિલ્પા શેટ્ટી આ દિવસોમાં ક્રિસમસની રજાઓ મનાવવા પતિ રાજ કુન્દ્રા અને બાળકો સાથે મસૂરી ગઈ હતી. ક્રિસમસના ખાસ દિવસ પર શિલ્પા અને રાજે બાળકો અને તેમના મિત્રો સાથે ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શિલ્પાએ મસૂરીમાં ક્રિસમસ સેલિબ્રેટ કરતી ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.આ તસવીરોમાં શિલ્પા તેના બાળકો, પતિ રાજ કુન્દ્રા અને મિત્રો સાથે ક્રિસમસ ટ્રીની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.આટલું જ નહીં અભિનેત્રીએ આ ટ્રિપના ઘણા વીડિયો પણ શેર કર્યા છે. તેણે તેના ફેન્સ સાથે શેર કર્યું છે જેમાં તે ટ્રેકિંગની મજા લેતી પણ જોવા મળી રહી છે.તેની સાથે તેની ખાસ મિત્ર આકાંક્ષા પણ હાજર હતી.આ ટ્રીપમાં તે તેની સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરવા આવી છે. બંને વચ્ચે એક ખાસ બોન્ડિંગ છે, જે તસવીરોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

તસવીરો અને વીડિયો શેર કરતા શિલ્પાએ કેપ્શન લખ્યું છે કે, આનાથી વધુ સારી ક્રિસમસ ન હોઈ શકે, તેના હોલિડે પિક્ચર્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

શિલ્પા શેટ્ટી માટે 2021 મુશ્કેલભર્યું હતું
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જુલાઈ 2021માં રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે રાજ કુન્દ્રા અશ્લીલ વીડિયો બનાવીને તેની એપ હોટ શોટ્સ દ્વારા વેચતો હતો. બે મહિના જેલમાં રહ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. હાલમાં જ સુપ્રીમ કોર્ટે રાજ કુન્દ્રાને રાહત આપતા તેમની ધરપકડ પર 4 અઠવાડિયા માટે રોક લગાવી દીધી હતી.

થોડા દિવસ પહેલા શિલ્પા અને રાજ કુન્દ્રાએ અશ્લીલ ફિલ્મ કેસ પર તેમનું નિવેદન જાહેર કર્યું. આ નિવેદનમાં રાજ કુન્દ્રાએ આ મામલાને ‘વિચ હન્ટિંગ’ ગણાવ્યો હતો. રાજે કહ્યું, “ઘણા વિચાર કર્યા પછી અને જોયા કે મીડિયામાં ઘણા નિવેદનો અને લેખો ફરતા થઈ રહ્યા છે જે ખોટા છે અને મારા મૌનને મારી નબળાઈ માનવામાં આવી રહી છે, હું કહેવા માંગુ છું કે હું અશ્લીલ ફિલ્મના નિર્માણ અને વિતરણ સાથે ક્યારે પણ સામેલ ના હતો.

Next Article