રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પુત્ર વિયાન સાથે જોવા મળી Shilpa Shetty, વાયરલ થયા ફોટોઝ

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયે, અભિનેત્રી પોતાનું કામ છોડીને પરિવારને પૂરો સપોર્ટ કરી રહી છે.

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પુત્ર વિયાન સાથે જોવા મળી Shilpa Shetty, વાયરલ થયા ફોટોઝ
Shilpa Shetty, Viaan
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:23 PM

રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શિલ્પાએ તાજેતરમાં જ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે શિલ્પાના પુત્ર વિયાન (Viaan) ના અનકમ્ફર્મ એકાઉન્ટમાંથી માતા અને પુત્ર બંનેના ફોટા શેર કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટને ટાઇગર શ્રોફ (Tiger Shroff) પણ ફોલો કરે છે. આ ફોટામાં શિલ્પા વિયાનને ગળે લગાવી રહી છે. અને એકમાં તે વિયાનને કિસ કરી રહી છે. આ ફોટા તેમના ઘરના છે.

આ પોસ્ટને ટાઇગર અને મીઝાન જાફરીએ પણ પસંદ કરી છે. ચાહકો આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે આ સમય પણ પસાર થઈ જશે, તો કેટલાક કહી રહ્યા છે કે ભગવાન તમારા પરિવાર પર આશીર્વાદ બનાવી રાખે.

અહીં જુઓ શિલ્પા અને વિવાનનો ફોટો see shilpa and viaan photos

 

 


શિલ્પાનું નિવેદન

શિલ્પાએ રાજ કુન્દ્રા કેસમાં શરૂઆતથી જ મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ સોમવારે જ અભિનેત્રીએ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિલ્પાએ એક પોસ્ટ શેર કરી અને દરેકને પરિવાર વિશે કમેન્ટ ન કરવા કહ્યું છે. શિલ્પાએ લખ્યું, ‘હા, છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ પડકારજનક રહ્યા છે. ઘણી અફવાઓ ઉડી અને આરોપો કરવામાં આવ્યા. મીડિયા દ્વારા મારા પર ઘણા અયોગ્ય આરોપો કરવામાં આવ્યા હતા. ઘણી ટ્રોલિંગ થઈ છે અને મારા વિશે જ નહીં પરંતુ પરિવાર પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

‘મેં આજ સુધી આ બાબતે કોઈ કમેન્ટ કરી નથી અને આગળ પણ ન કરત, પણ તમે લોકો કૃપા કરીને નકલી સ્ટેટમેન્ટસ ન આપો. હવે તપાસ ચાલી રહી છે અને મને મુંબઈ પોલીસ અને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે.

બાળકોને લઈને કરી રિક્વેસ્ટ

એક માતા તરીકે, હું ઇચ્છું છું કે મારા બાળકો મારા પરિવારની પ્રાઈવેસીને જાળવી રાખો. મેં હંમેશા ભારતના કાયદાનું પાલન કર્યું છે. મેં મારી 29 વર્ષની કારકિર્દીમાં ખૂબ મહેનત કરી છે. મારા પર લોકોને ઘણો વિશ્વાસ છે અને હું કોઈનો વિશ્વાસ નથી તોડવાની.

અહીં વાંચો શિલ્પા શેટ્ટીની પોસ્ટ see shilpa shetty post here