શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) માટે છેલ્લું વર્ષ મુશ્કેલીઓથી ભરેલું હતું કારણ કે તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra Pornography Case)ની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા બાદ રાજને જામીન મળી ગયા. જો કે ત્યારથી અત્યાર સુધી રાજ પબ્લિક પ્લેસ પર વધારે જોવા મળ્યો નથી. જો તેઓ ક્યારેય જોવા મળે તો તેઓ પહેલાની જેમ ફોટોગ્રાફર્સ સાથે પોઝ આપતા નથી.
શિલ્પા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પરિવાર વિશે ઘણી પોસ્ટ કરે છે. પરંતુ રાજ કુન્દ્રા સાથે આ વિવાદ બાદ તેણે ન તો કોઈ ફોટો શેર કર્યો હતો કે ન તો વીડિયો. પરંતુ હવે શિલ્પાએ રાજ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને ભગવાનની પૂજા કરતા જોવા મળે છે.
વીડિયોમાં તમે જોશો કે શિલ્પાએ સૂટ પહેર્યો છે અને તેની સાથે મેચિંગ જ્વેલરી પહેરી છે. આ સાથે શિલ્પાએ માસ્ક પણ પહેર્યું છે. બીજી તરફ રાજે ગ્રે કલરનો કુર્તા પાયજામા પહેર્યો છે અને તેણે માસ્ક પણ પહેર્યું છે.
બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, સબકા માલિક એક. શ્રધ્ધા અને સબુરી. ઓમ સાંઈ રામ.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાજે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા મૌનને મારી નબળાઈ માનવામાં આવે છે. મારા વિશે ઘણા નકારાત્મક સમાચાર આવ્યા છે. હું એટલું જ કહીશ કે આ બાબતમાં મારો ક્યારેય હાથ નહોતો. મને ફસાવી દેવામાં આવ્યો છે. અત્યારે હું આ મામલે વધુ કહેવા માંગતો નથી કારણ કે તપાસ ચાલી રહી છે. મને કાયદામાં પૂરો વિશ્વાસ છે અને આશા છે કે સત્ય જલ્દી બહાર આવશે.
ટ્રોલિંગ અંગે રાજે કહ્યું હતું કે, મને અને મારા પરિવારને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે મેં ક્યારેય શરમથી મારું મોઢું છુપાવ્યું નથી કારણ કે હું ખોટો નહોતો. તાજેતરમાં જ શિલ્પા પતિ અને બાળકો સાથે ટ્રીપ પર ગઈ હતી. તેણે બધા સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –