Happy Birthday Shamita Shetty : જ્યારે શિલ્પાએ શમિતાને કબાટમાં કરી દીધી હતી બંધ, જાણો શમિતાના બર્થડે પર અજાણી વાતો

|

Feb 02, 2022 | 9:23 AM

શિલ્પાએ કહ્યું હતું કે જો શમિતા કોઈ નવા વ્યક્તિને મળે અને તેને પસંદ ન કરે તો તે વ્યક્તિના હેલ્લોનો જવાબ 'હમમ'માં આપશે. પરંતુ જો તે વ્યક્તિને પસંદ કરશે તો પ્રેમથી જવાબ આપીને હેલો કહેશે.

Happy Birthday Shamita Shetty : જ્યારે શિલ્પાએ શમિતાને કબાટમાં કરી દીધી હતી બંધ, જાણો શમિતાના બર્થડે પર અજાણી વાતો
Shamita Shetty - shilpa Shetty ( File photo)

Follow us on

બિગ બોસ 15 થી (Bigg Boss 15) ચર્ચામાં આવનાર શમિતા શેટ્ટી (Shamita Shetty) આ દિવસોમાં ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય થઇ ગઈ છે. હાલમાં જ બિગ બોસ શોમાં તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. શમિતાની બિગ બોસના ઘરમાં અસલી પર્સનાલિટી (Shamita Shetty Real Personality) જોવા મળી હતી. જે ફેન્સને ઘણી પસંદ આવી હતી.જો કે શમિતા શેટ્ટીનું કહેવું છે કે તે ખૂબ જ અંતર્મુખી પ્રકારની છે, પરંતુ તે કોઈની સાથે જલ્દી ભળતી નથી. બીજી તરફ, શમિતાની મોટી બહેન અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) એક વખત એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શમિતા શેટ્ટી સાથે તે કેવા પ્રકારનું બોન્ડ શેર કરે છે.

બહેન શિલ્પા શેટ્ટીએ શમિતા શેટ્ટીના વ્યક્તિત્વ વિશે વાત કરી

આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ શમિતા શેટ્ટીનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ સાથે અભિનેત્રી શમિતા શેટ્ટી 43 વર્ષની થઈ ગઈ છે. પિંકવિલા રિપોર્ટ અનુસાર, શિલ્પાએ કહ્યું હતું કે શમિતા શેટ્ટીને પોતાનામાં રહેવું પસંદ છે, તેના હેલોથી જ ખબર પડે છે કે તે સામેની વ્યક્તિને પસંદ કરી રહી છે કે નહીં. શિલ્પાએ કહ્યું હતું કે જો શમિતા કોઈ નવા વ્યક્તિને મળે અને તેને પસંદ ન કરે તો તે વ્યક્તિના હેલ્લોનો જવાબ ‘હમમ’માં આપશે. પરંતુ જો તેણીને તે વ્યક્તિ ગમતી હોય તો હેલોથી જવાબ આપશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જ્યારે શિલ્પાએ શમિતાને તેના પિતાના કબાટમાં બંધ કરી દેતા મચી ગઈ હતી ધમાલ

શિલ્પા શેટ્ટીએ એક કિસ્સો સંભળાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે એકવાર તેણે બહેન શમિતા શેટ્ટીને તેના પિતાના કબાટમાં બંધ કરી દીધી હતી. ઘણા સમય પછી તેણે કબાટ ખોલ્યો હતો ત્યારબાદ શમિતા શેટ્ટી શિલ્પા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. શિલ્પાએ પોતાના બાળપણની એક ઘટનાને સંભળાવતા કહ્યું હતું કે, ‘અમે ઘણા તોફાની હતા. કેટલીકવાર તેઓ એકબીજા સાથે વધુ પડતા તોફાન કરી લેતા હતા. મને યાદ છે કે એકવાર મેં શમિતાને મારા પિતાના કબાટમાં બંધ કરી દીધી હતી.

આ પછી જ્યારે શમિતા બહાર આવી તો તે માતા ચાંડાલિની બનીને બહાર આવી હતી . શમિતાએ મારા પર બધુ ફેંકવાનું શરૂ કર્યું જે તેના હાથમાં આવ્યું. એ વખતે અમારા ઘરમાં કોઈ કામ ચાલતું હતું. આવી સ્થિતિમાં ત્યાં કંઈક તીક્ષ્ણ પડ્યું હતું, જે મેં શમિતાને માર્યુ અને તે તેના ચહેરા પર અથડાયું. આજે પણ તે કટ તેના ચહેરા પર છે.

શમિતાએ જણાવ્યું હતું કે આ પછી બંને બહેનોને માતા-પિતાએ અલગ કરી દીધા હતા. શિલ્પા શેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે ‘મને નાનીના ઘરે મોકલવામાં આવી હતી પરંતુ પછી અમે બંને એકબીજાને મિસ કરવા લાગ્યા અને પરિવારને કહ્યું કે હવે અમે ક્યારેય લડીશું નહીં. તે પછી અમને બંનેને ફરીથી સાથે રાખવામાં આવ્યા.

આ પણ વાંચો : Earthquake in Indonesia: ભૂકંપના આચંકાથી ધ્રુજી ઉઠ્યું ઈન્ડોનેશિયા, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા

આ પણ વાંચો : Gehraiyaan Title Track : દીપિકા પાદુકોણની ‘ગહેરાઈ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, સિદ્ધાંત સાથે જોવા મળી ગજબની લવ કેમિસ્ટ્રી

Next Article