
મિસ યૂનિવર્સ 2023નો તાજ આ વર્ષે નિકારાગુઆની શેનીસ પલાસિયોસના માથા પર સજશે. આજે શેનીસ માટે તેની લાઈફનો સુંદર દિવસ છે. તેમણે આખી દુનિયામાં પોતાની સુંદરતાનો પરચમ લહેરાવી દીધો છે. અલ સાલ્વાડોરમાં યોજાયેલી 72મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં માત્ર એક જ નામ ગુંજતું હતું અને તે હતું શેનીસ પેલેસિયોસનું.
વીડિયોમાં જોઈ શકાય છે કે શેનીસ પેલેસિયોસ તેના નામની જાહેરાત થતા જ તેને વિશ્વાસ ન હતો. તે મોડેલ ધ્રૂજવા લાગી હતી. તમને જણાવી દઈએ કે, મિસ યુનિવર્સ 2023ના છેલ્લા રાઉન્ડમાં ટોપ 3 સ્પર્ધકોને માત્ર એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
MISS UNIVERSE 2023 IS @Sheynnispalacios_of !!!! @mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/cSHgnTKNL2
— Miss Universe (@MissUniverse) November 19, 2023
પ્રશ્ન એ હતો કે “જો તમે એક વર્ષ માટે કોઈ અન્ય સ્ત્રીના સ્થાને રહી શકો છો, તો તમે કોને પસંદ કરશો અને શા માટે?” મિસ થાઈલેન્ડે તેના જવાબમાં મલાલા યુસુફઝાઈનું નામ લીધું હતું. જ્યારે મિસ ઓસ્ટ્રેલિયાએ તેની માતાની પસંદગી કરી હતી. મિસ નિકારાગુઆના જવાબે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
શેનીસ પેલેસિયોસે કહ્યું કે મેરી વોટસન બ્રાડને પસંદ કરીશ. કારણ કે તેણે એનક રસ્તાઓ ખોલ્યા છે અને ઘણી મહિલાઓને તક આપી. તે ઈચ્છે છે કે આ અંતર ખુલે જેથી વધુ મહિલાઓ તેમના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી શકે કારણ કે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ કામ ન કરી શકે
આ વખતે 72મી મિસ યુનિવર્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો. આજે એટલે કે 19મી નવેમ્બરે આ વર્ષની મિસ યુનિવર્સ મળી ગઈ છે.ખાસ વાત એ છે કે શેનીસ પેલેસિયોસ આ ખિતાબ જીતનારી નિકારાગુઆની પ્રથમ યુવતી બની છે. તાજ પહેરતાની સાથે જ તે ભાવુક થઈ ગઈ અને તેના આંસુ છલકાયા હતા.
આ પણ વાંચો : સલમાન ખાન પર વર્લ્ડ કપનો ફિવર, બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બનાવી
Published On - 3:56 pm, Sun, 19 November 23