Sherni Trailer: ‘શેરની’ વિદ્યાની જોરદાર ત્રાડ, ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, 18 જૂને ફિલ્મ રિલિઝ થશે

|

Jun 02, 2021 | 4:43 PM

'શેરની' ફિલ્મની ઘણા સમયથી ચાહકો રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર ખુબજ શાનદાર છે. આ ફિલ્મ 18 જૂને રિલીઝ થશે.

Sherni Trailer: શેરની વિદ્યાની જોરદાર ત્રાડ, ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, 18 જૂને ફિલ્મ રિલિઝ થશે
Vidya Balan

Follow us on

Sherni Trailer: વિદ્યા બાલન (Vidya Balan) ચાહકોને નવી ભેટ મળી છે. અભિનેત્રીની નવી ફિલ્મ શેરનીનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મનું ટીઝર પહેલા રિલીઝ થઈ ચુક્યું છે, ત્યારબાદ તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મ 18 જૂને રિલીઝ થશે.

‘શેરની’ ફિલ્મની ઘણા સમયથી ચાહકો રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર ખુબજ શાનદાર છે. મેકઅપ વિના સ્ટ્રોંગ લુકમાં ફરી એકવાર વિદ્યા ફેન્સને દિવાના બનાવવા માટે તૈયાર છે. આ વખતે વિદ્યા જંગલની વાર્તા ચાહકો માટે લઈને આવી છે.

કેવુ છે ટ્રેલર

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ટ્રેલર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મમાં વિદ્યા બાલન એક પ્રામાણિક સ્ત્રી વન અધિકારી પાત્રમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. જે અનેક ગંભીર મુદ્દાઓ સામે લડતી જોવા મળશે. તે પ્રાણીઓના દર્દને સમજે છે.

આ રોમાંચક ટ્રેલરમાં વિદ્યા નવા પાત્રમાં જોવા મળે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને હલ કરવાનો પ્રયાસ કરતી વખતે આ યાત્રામાં વિદ્યાએ કેવી રીતે તેની અસામાન્ય ફરજ અને લગ્ન જીવનમાં આવાગમન કરવું પડ્યું છે.

 

ટી-સિરીઝ અને અબંડેંશિયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી, આ મસ્ટ-વોચ ડ્રામા ફિલ્મનું નિર્માણ ન્યુટન-ફેમ ડાયરેક્ટર અમિત માસુરકર છે. જે તેમના ટ્રેડમાર્ક વ્યંગથી સજ્જ છે. આ ફિલ્મમાં શરત સક્સેના (Sharat Saxena), મુકુલ ચડ્ડા (Mukul Chadda), વિજય રાઝ (Vijay Raaz), ઇલા અરુણ (Ila Arun), વૃજેન્દ્ર કાલા અને નીરજ કાબી જેવા કલાકારોનું જોરદાર મિશ્રણ પણ છે.

તે જ સમયે, ફિલ્મ વિશે અમિત માસુરકરે જણાવ્યું છે કે શેરની વાર્તામાં ઘણાં જટિલ સ્તર છે, જે માનવતા અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને લગતા જટિલ મુદ્દાઓની તપાસ રજૂ કરે છે. ફિલ્મમાં વિદ્યા બાલન એક મધ્ય-સ્તરની મહિલા વન અધિકારીની ભૂમિકા નિભાવી રહી છે, જે બધી મુશ્કેલીઓ અને દબાણ હોવા છતાં તેમની ટીમ અને સ્થાનિક લોકો સાથે પર્યાવરણને સંતુલિત બનાવવાની દિશામાં કામ કરે છે.

હું આશા રાખું છું કે ‘શેરની’ ને અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવાથી આ વાર્તાને ભારત સહિત વિશ્વભરના વિસ્તૃત અને વિવિધ પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ મળશે.

Next Article