બરફ પર નાચતી વખતે Shehnaaz Gill ગબડી પડી, વિડિયો જોઈને હસીને થશો લોટપોટ

'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલ તાજેતરમાં જ કાશ્મીરમાં તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ પૂર્ણ કરી મુંબઈ પરત ફરી છે. પરંતુ

બરફ પર નાચતી વખતે Shehnaaz Gill ગબડી પડી, વિડિયો જોઈને હસીને થશો લોટપોટ
Shehnaaz Gill
| Edited By: | Updated on: Feb 09, 2021 | 4:22 PM

‘બિગ બોસ 13’ ફેમ શહેનાઝ ગિલ તાજેતરમાં જ કાશ્મીરમાં તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ પૂર્ણ કરી મુંબઈ પરત ફરી છે. પરંતુ શહેનાઝ ગિલ આ ટ્રિપમાંથી બહાર આવી શકી નથી. એક પછી એક વીડિયો શેર કરી રહી છે. નવીનતમ વીડિયોમાં શહેનાઝ ગિલ બરફ પર નાચતી જોવા મળી રહી છે, પરંતુ આ દરમિયાન તે નીચે પડે છે, જેને શહનાઝ ગિલે તેનો મજાક ઉડાવતા વીડિયો શેર કર્યો છે.

શહેનાઝ ચાહકોનું મનોરંજન કરવામાં ક્યારેય પાછી પડતી નથી. પરંપરાગત કાશ્મીરી પોશાકો પહેરીને શહેનાઝ ગિલ બરફ પર ગોળ ગોળ ફરતી જોવા મળે છે. જેવી રીતે શહનાઝ પડે છે, પ્રોડક્શન ટીમના લોકો તેને ઉઠાવા માટે આવે છે. શહેનાઝ પોતાના પર હસવા લાગે છે, કેમ કે તે કાશ્મીરની સુંદરતા જોઈ દિવાની થઈ રહી છે.

 

 

શહેનાઝ ગિલે અગાઉ પ્રીતિ ઝિન્ટા અને રિતિક રોશનનો એક વીડિયો ‘બુમરો’ ગીત પર નાચતો એક વીડિયો શેર કર્યો હતો, જેને પ્રશંસકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં શહેનાઝ ગિલે કાશ્મીરની સુંદર વાદી પણ બતાવી હતી. વીડિયો શેર કરતી વખતે શહેનાઝે લખ્યું કે, જ્યારે તમે કાશ્મીરમાં હોવ ત્યારે આવી વસ્તુઓ કરો. મારે ચોક્કસ આ ગીત પર નાચવું હતું, તે પણ પૃથ્વીના સ્વર્ગ, કાશ્મીરમાં. ”

 

Published On - 4:17 pm, Tue, 9 February 21