શત્રુઘ્ન સિંહા અને ધર્મેન્દ્ર The Kapil Sharma Show રેલાવશે હાસ્યની નદી, પ્રોમોનો વિડીયો જોઈને જ થઈ જશો ખુશ

પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને ધર્મેન્દ્ર આ અઠવાડિયે ધ કપિલ શર્મા શોમાં દેખાવા જઈ રહ્યા છે. બંને શોમાં ઘણા રહસ્યો જણાવતા જોવા મળશે.

શત્રુઘ્ન સિંહા અને ધર્મેન્દ્ર The Kapil Sharma Show રેલાવશે હાસ્યની નદી, પ્રોમોનો વિડીયો જોઈને જ થઈ જશો ખુશ
Shatrughan sinha and dharmendra will be the guest of The kapil sharma show
| Edited By: | Updated on: Aug 23, 2021 | 8:56 AM

કોમેડી કિંગ કપિલ શર્માના (Kapil Sharma) શોની ત્રીજી સીઝન શરૂ થઈ ગઈ છે. ફેન્સ આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અજય દેવગણ (Ajay Devgn) અને ‘ભુજ’ ની તેમની ટીમ કપિલના શોના પહેલા એપિસોડના મહેમાન બન્યા હતા. હવે આ અઠવાડિયે ધર્મેન્દ્ર (Dharmendra) અને શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) તેમની મિત્રતા સાથે શોમાં મજેદાર વાતો કરતા જોવા મળશે.

દિગ્ગજ કલાકારો આ અઠવાડિયે ધ કપિલ શર્મા શોમાં આવવા જઈ રહ્યા છે. જે ખૂબ મસ્તી કરતા જોવા મળશે. શોના આ એપિસોડનો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કપિલ શત્રુઘ્ન સિન્હાને રમુજી પ્રશ્નો પૂછતો જોવા મળે છે.

શોનો પ્રોમો શેર કરતા સોની ટીવીએ લખ્યું – જ્યારે બોલીવુડના 3 દિગ્ગજ સુપરસ્ટાર આવશે, ત્યારે ઘણા તોફાન અને હાસ્ય ફેલાશે. ચોક્કસ જોજો. ધ કપિલ શર્મા શોની નવી સીઝન.

ધ કપિલ શર્મા શોનો વિડીયો અહીં જુઓ

કપિલે રમુજી પ્રશ્ન પૂછ્યો

પ્રોમોમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાની જબરદસ્ત એન્ટ્રી છે. તે પછી કપિલ શત્રુઘ્ન સિન્હાને પૂછે છે કે તમારી બે ફિલ્મો ‘શરારત’ અને ‘શાદી કે બાદ’ આવી. તો તમે ‘શરારત’ પહેલા કરી કે ‘શાદી કે બાદ’. શત્રુઘ્ન સિંહા આ સવાલના જવાબમાં કહે છે કે ‘શાદી કે બાદ’ ‘શરારત’ શરુ થઈ, તેથી આજે બરબાદીની આરે આવી ગયા છીએ.

પહેલા પણ આવ્યા હતા સાથે

તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હા અને ધર્મેન્દ્ર અગાઉ ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાનેમાં સાથે આવ્યા છે. જ્યાં બંનેએ ખૂબ મસ્તી કરી હતી. તેમજ એકબીજાની પોલ ખોલી હતી. શત્રુઘ્ન સિન્હા ધર્મેન્દ્રને પોતાનો ભાઈ માને છે. ધર્મેન્દ્રએ તેમની કારકિર્દીના પ્રારંભિક ભાગમાં તેમને માર્ગદર્શન આપ્યું હતું.

ધ કપિલ શર્મા શોમાં અક્ષય કુમાર પણ પોતાની ફિલ્મ બેલ બોટમના પ્રમોશન માટે આવ્યા હતા. અક્ષયની સાથે હુમા કુરેશી અને વાણી કપૂર પણ શોમાં આવ્યા હતા. ત્રણેયે કપિલના શોમાં ઘણી મસ્તી મજાક કરી. આ એપિસોડની ખાસ વાત એ હતી કે આ એપિસોડમાં અક્ષયે કપિલની બોલતી બંધ કરી દીધી હતી. અક્ષયે ઘણા ટોન્ટ કપિલને માર્યા હતા અને આ ચર્ચા વચ્ચે નીકળતા હ્યુમરથી લોકોનું ખુબ મનોરંજન થયું હતું.

 

આ પણ વાંચો: Happy Birthday: પહેલા હોટલમાં કામ કરતી હતી વાણી કપૂર, ખુબ સ્ટ્રગલ કરીને ફિલ્મોમાં આવી છે અભિનેત્રી

આ પણ વાંચો: KGF Chapter 2 : સુપરસ્ટાર યશની ફિલ્મને મળી નવી રિલીઝ ડેટ, જાણો થિયેટરમાં ક્યારે થઈ રહી છે રિલીઝ