Sidharth Shuklaના મૃત્યુ બાદ તુટી ગઈ છે શહનાઝ ગિલ, પિતાએ જણાવી કેવી છે દીકરીની હાલત

ટીવી અને બોલિવૂડના અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. સિદ્ધાર્થના મૃત્યુથી તેના ચાહકો ખરાબ રીતે ભાંગી પડ્યા છે.

Sidharth Shuklaના મૃત્યુ બાદ તુટી ગઈ છે શહનાઝ ગિલ, પિતાએ જણાવી કેવી છે દીકરીની હાલત
Sidharth Shukla, Shehnaaz Gill
| Edited By: | Updated on: Sep 02, 2021 | 6:15 PM

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના અચાનક નિધનથી દરેકને આઘાત લાગ્યો છે. ટીવીથી લઈને બોલીવુડ ઈન્ડસ્ટ્રી સુધી દરેક વ્યક્તિ આ રીતે સિદ્ધાર્થના જવાથી દુ:ખી છે. સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર સાંભળીને તેમની ખાસ મિત્ર શહેનાઝ ગિલ (Shehnaaz Gill) તૂટી ગઈ છે. શહેનાઝની હાલત સારી નથી. શહનાઝના પિતા સંતોખ સિંહ સુખે કહ્યું કે તેમની દીકરીની તબિયત સારી નથી. તે ટૂંક સમયમાં જ તેમની પુત્રી પાસે મુંબઈ જવાના છે.

 

શાહબાઝ મુંબઈ જવા થયા છે રવાના

શહનાઝ ગિલના પિતા સંતોક સિંહે એક વાતચીતમાં જણાવ્યું છે કે શહનાઝની હાલત સારી નથી. તે પોતે સિદ્ધાર્થ વિશે જાણીને શોકમાં છે. તેમણે વધુમાં કહ્યું કે હું હાલ આ સ્થિતિમાં નથી કે વાત કરી શકું. મને વિશ્વાસ નથી થતો કે આ કેવી રીતે થયું.

 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની શહેનાઝ સાથે વાત થઈ છે તો તેમણે કહ્યું કે મેં તેની સાથે વાત કરી હતી. તે ઠીક નથી. મારો દીકરો શાહબાઝ શહેનાઝ સાથે રહેવા માટે મુંબઈ જવા રવાના થયો છે અને હું પણ થોડીવારમાં જવાનો છું.

 

શહેનાઝ કરી રહી હતી શૂટિંગ

અહેવાલો અનુસાર જ્યારે શહનાઝને સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર મળ્યા તે સમયે તે શૂટિંગ કરી રહી હતી. સિદ્ધાર્થ વિશે જાણ થતાં જ તે શૂટિંગ છોડી ત્યાંથી નીકળી ગઈ.

 

બિગ બોસ OTTમાં મળ્યા હતા જોવા

તાજેતરમાં સિદ્ધાર્થ અને શહનાઝ બિગ બોસ ઓટીટીમાં જોવા મળ્યા હતા. જ્યાં તેમણે સ્પર્ધકો સાથે ઘણી વાતો કરી અને શોના હોસ્ટ કરણ જોહરે પણ સિદ્ધાર્થને તેમનું રિલેશનશિપ સ્ટેટસ પણ પૂછ્યું હતું. ત્યારે સિદ્ધાર્થે કહ્યું હતું કે તે બંને ખૂબ સારા મિત્રો છે.

 

આ સિવાય બંને ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાના 3માં પણ જોવા મળ્યા હતા. જ્યાં બંનેને સાથે ડાન્સ કરતા જોઈને ચાહકો ખૂબ ખુશ થઈ ગયા હતા. ડાન્સ દિવાને 3માં સિદ્ધાર્થ અને શહનાઝે સ્પર્ધકો અને જજ સાથે પણ ખૂબ મસ્તી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

 

તમને જણાવી દઈએ કે બિગ બોસ 13માં શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. શો દરમિયાન સિડનાઝ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતું હતું. શો પછી પણ બંનેના ચાહકો ઘણીવાર સિડનાઝ ટ્રેન્ડ કરાવતા રહેતા હતા.

 

 

આ પણ વાંચો :- Photos :સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ કૂપર હોસ્પિટલ પહોંચ્યા અસીમ રિયાઝ અને હિન્દુસ્તાની ભાઉ, જુઓ તસ્વીરો

 

આ પણ વાંચો :- Sidharth Shukla Passes away: ટીવીના નહીં પણ કોન્ટ્રોવર્સીઝના પણ કિંગ હતા સિદ્ધાર્થ શુક્લ, પારો ગરમ થતા ઉઠાવી લેતા હતા હાથ