Jawan Trailer: શાહરૂખ ખાન બીજી બ્લોકબસ્ટર ફિલ્મ જવાન’નું ટ્રેલર રિલીઝ, શું જવાન પઠાણને પછાડશે

|

Aug 31, 2023 | 12:48 PM

સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ છે. કિંગ ખાનની આગામી ફિલ્મ જવાન (Jawan)નું ટ્રેલર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.

Jawan Trailer: શાહરૂખ ખાન બીજી બ્લોકબસ્ટર ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ, શું જવાન પઠાણને પછાડશે

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકો જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આવી ગઈ છે. ‘જવાન’ (Jawan)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શાહરૂખની ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. શાહરૂખ ખાન ‘જવાન’ તરીકે ખૂબ જ પાવરફુલ દેખાઈ રહ્યો છે. ટ્રેલરમાં ઘણા ફ્લેવર એકસાથે જોવા મળી રહ્યા છે. શાહરૂખના પઠાણ બાદ ચાહકો જવાનની રાહ જોઈ રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે જવાન પઠાણને પછાડી શકે છે.

આ પણ વાંચો : Mira Rajput Blue Saree: જો તમારે રિસેપ્શન પાર્ટીમાં રોયલ લુક જોઈતો હોય તો મીરા રાજપૂતનો આ લુક ટ્રાય કરી શકો છો

વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં

જવાનમાં શાહરૂખ સાથે નયનતારાની જોડી છે. નયનતારા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જોકે ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ ખાસ કેમિયો છે. ટીઝરમાં અભિનેત્રીની ઝલકે બધાને તેના દિવાના બનાવી દીધા હતા. સાડી પહેરીને દીપિકા દુશ્મનોને પાઠ ભણાવતી જોવા મળી હતી. ફિલ્મમાં વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં છે. કિંગ ખાનના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ટ્રેલર પછી જવાન વિશેની ચર્ચાઓ વધુ વધી ગઈ છે. માનવામાં આવે છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મ હિન્દી સિનેમાના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી શકે છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

અહિ જુઓ ફિલ્મ જવાનનું ટ્રેલર

 

 

ટ્રેલરમાં શાહરુખ ખાન શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેના ડાયલોગ લોકોને ખુબ ગમી રહ્યા છે. નયનતારા, દિપીકા પાદુકોણ, સુનીલ ગ્રોવર હોય કે પછી વિજય સેતુપતિ તમામ સ્ટાર શાનદાર લાગી રહ્યા છે.

30 ઓગસ્ટના રોજ ચેન્નાઈમાં ઈવેન્ટ

તમને જણાવી દઈએ કે, ટ્રેલર રિલીઝ પહેલા 30 ઓગસ્ટના રોજ રાત્રે ચેન્નાઈમાં એક પ્રી-રિલીઝ ઈવેન્ટ રાખવામાં આવી છે. આ ઈવેન્ટમાં શાહરુખ, એટલી, વિજય સેતુપતિ, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરાએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં શાહરુખ ખાને ડાન્સ પણ કર્યો હતો.

શાહરૂખ ખાન ફિલ્મ ‘જવાન’નો હીરો છે. આ ફિલ્મનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને લઈને ભારે હાઈપ બનાવવામાં આવી છે. વિદેશમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. શાહરૂખના ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે અને ટિકિટ બુક કરાવી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:32 pm, Thu, 31 August 23

Next Article