Adipurush Release: ‘આદિપુરુષ’ના ક્રેઝને જોઈને અજય દેવગને છોડ્યું ‘મેદાન’, શું કાર્તિક પણ બદલશે ફિલ્મની રિલીઝ ડેટ?

આદિપુરુષની રિલીઝને હવે થોડા દિવસો બાકી છે. 16 જૂને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવા માટે તૈયાર છે. આદિપુરુષને લઈને એવો ક્રેઝ છે કે તેની રિલીઝ પહેલા જ આ ફિલ્મની અસર અજય દેવગન અને કાર્તિક આર્યન જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પર થવા લાગી છે.

Adipurush Release: આદિપુરુષના ક્રેઝને જોઈને અજય દેવગને છોડ્યું મેદાન, શું કાર્તિક પણ બદલશે ફિલ્મની રિલીઝ ડેટ?
Adipurush
| Edited By: | Updated on: Jun 07, 2023 | 9:17 AM

સાઉથના સુપરસ્ટાર અને બોક્સ ઓફિસ પર ‘બાહુબલી’ પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરીથી લઈને ફિલ્મના કેરેક્ટર સુધી દરેકને મોટા પડદા પર જોવું પોતાનામાં ખૂબ જ રોમાંચક હશે. ઓમ રાઉતની આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. એવું માનવામાં આવે છે કે પ્રભાસની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી શકે છે. આ જ કારણ છે કે આદિપુરુષની રિલીઝ ડેટની નજીકની ઘણી ફિલ્મોની પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલી નાખી છે.

આદિપુરુષ રિલીઝ પહેલા જ છવાઈ

પ્રભાસ અને કૃતિ સેનનની આદિપુરુષની રિલીઝને હવે થોડા દિવસો બાકી છે. 16 જૂને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવા માટે તૈયાર છે. આદિપુરુષને લઈને એવો ક્રેઝ છે કે તેની રિલીઝ પહેલા જ આ ફિલ્મની અસર અજય દેવગન અને કાર્તિક આર્યન જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પર થવા લાગી છે. આદિપુરુષ ફિલ્મના રિલીઝ થતા પોતાની ફિલ્મોને થતો નુકસાનથી બચવા માટે, નિર્માતાઓએ પોતાની મોટી ફિલ્મની રિલીઝને નજીકની તારીખ સુધી મુલતવી રાખી છે.

અન્ય ફિલ્મોએ બદલી રિલીઝ ડેટ

આદિપુરુષની બ્લોકબસ્ટર રિલીઝને કારણે અજય દેવગનની ફિલ્મ મેદાનની રિલીઝ ડેટ ફરી એક વખત મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મ મેદાન પહેલા 23 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફરી એકવાર તેની તારીખ લંબાવવામાં આવી છે જે અંગે નજીકના સમયમાં જાણકારી આપવામાં આવશે.

આદિપુરુષની અસર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ પર પણ દેખાઈ રહી છે. આ ફિલ્મ 29 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી શકે છે.

પઠાણ રિલીઝ થતા ઘણી ફિલ્મોને પણ બદલી પડી રિલીઝ ડેટ

પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સાથે પણ આવું જ થયું હતું. બોક્સ ઓફિસ પર પઠાણની ધમાકેદાર રિલીઝથી ઘણી ફિલ્મો હચમચી ગઈ હતી. ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવવી પડી. પઠાણે રિલીઝના મહિના સુધી સારી કમાણી કરી હતી. હવે ફરી એકવાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાથે પણ એવું જ જોવા મળી રહ્યું છે.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો