વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ OTT (Bogg Boss) આજથી એટલે કે રવિવારથી વૂટ (VOOT) પર પ્રીમિયર થવા જઈ રહ્યો છે. બિગ બોસના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે આ શો પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર શરૂ થઈ રહ્યો છે. કરણ જોહર આ OTT શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. બિગ બોસ ઓટીટીનું ઘર કેવું બની રહ્યું છે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
બિગ બોસ ઓટીટીના ઘરને ડિરેક્ટર ઓમંગ કુમાર અને તેની પ્રોડક્શન ડિઝાઇનર વનિતા ઓમંગ કુમારે ડિઝાઇન કર્યું છે. ઓમંગે બિગ બોસના ઘરને નવો લુક આપ્યો છે.
બિગ બોસ ઓટીટીનું ઘર એકદમ સુંદર છે. ઘરની દીવાલ પર ફ્રેન્ચ વિન્ડો છે. ઘરને અલગ -અલગ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યું છે.
બિગ બોસનું કિચન, ડાઇનિંગ, બેડરૂમ એકદમ અલગ દેખાય છે. આ વખતે ઘરને એકદમ નવો લુક આપવામાં આવ્યો છે.
સ્પર્ધકોની ફિટનેસનું ખાસ ધ્યાન રાખીને, ઘરમાં જિમ પણ બનાવવામાં આવ્યું છે જેથી સ્પર્ધકો પોતાને ફિટ રાખી શકે.
ઘરના બગીચાનો વિસ્તાર એકદમ સુંદર છે. તેને વિવિધ વસ્તુઓથી સજાવવામાં આવ્યો છે.
લિવિંગ રૂમની વાત કરીએ તો તેમાં એક મોટો સફેદ સોફા મુકવામાં આવ્યો છે. જ્યાં સ્પર્ધકો બેસીને કરણ જોહર સાથે વાત કરશે.