Gujarati NewsEntertainmentSara ali khan and jhanvi kapoor have had affairs with real brothers once upon a time
સૈફની દીકરી સારા અને શ્રીદેવીની દીકરી જ્હાન્વી બનવાની હતી રીઅલ લાઈફમાં દેરાણી-જેઠાણી પણ…
સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર આજકાલ પોતાની ફિલ્મોના કારણે તો ચર્ચામાં છે જ પણ સાથે સાથે પોતપોતાની પર્સનલ લાઈફના કારણે પણ તેઓ ખબરોમાં રહે છે. અવારનવાર સારા અલી ખાનની તુલના જ્હાન્વી સાથે કરવામાં આવે છે. બંને સ્ટારકિડ્સના ફેન્સ હંમેશાં એકબીજાથી ચઢિયાતા સાબિત કરતા રહે છે. આ દરમિયાન જ ખુલાસો થયો કે આ બંનેની પ્રોફેશનલ […]
સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર આજકાલ પોતાની ફિલ્મોના કારણે તો ચર્ચામાં છે જ પણ સાથે સાથે પોતપોતાની પર્સનલ લાઈફના કારણે પણ તેઓ ખબરોમાં રહે છે. અવારનવાર સારા અલી ખાનની તુલના જ્હાન્વી સાથે કરવામાં આવે છે. બંને સ્ટારકિડ્સના ફેન્સ હંમેશાં એકબીજાથી ચઢિયાતા સાબિત કરતા રહે છે. આ દરમિયાન જ ખુલાસો થયો કે આ બંનેની પ્રોફેશનલ લાઈફમાં જ નહીં પરંતુ પર્સનલ લાઈફમાં પણ લિંક રહી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે બંને લગભગ એક જ સમયે એક જ પરિવારના ભાઈઓ સાથે રિલેશનશીપમાં હતી. સારા જ્યાં કોંગ્રેસ રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના દોહિત્રા વીર પડાહિયા સાથે રિલેશનમાં હતી તો જ્હાન્વી કપૂરના અફેરના કિસ્સા તેના ભાઈ શિખર પહાડિયા સાથે હોવાના સાંભળાયા છે.
અને જો, આ બંને વચ્ચેની રિલેશનશીપ્સ આગળ વધતી તો બંને એક જ ઘરમાં દેરાણી-જેઠાણી બનતી પણ આ બંનેનું હાલ બ્રેકઅપ થઈ ચૂક્યું છે.
શ્રીદેવીના કારણે ખતમ થઈ જ્હાન્વીની રિલેશનશીપ
બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂર વીર પહાડિયાના ભાઈ શિખર પહાડિયા સાથેના સંબંધને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. જે દરમિયાન જ્હાન્વી આ રિલેશનશીપમાં હતી શ્રીદેવી આ ખબરોથી ઘણી અપસેટ હતી અને આ બધું ખતમ કરીને કરિયર પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.
જ્હાન્વી અને શિખરની રિલેશનશીપને લઈને પણ વર્ષ 2016માં ચર્ચા શરૂ થઈ હતી. કોઈ પાર્ટીમાં આ બંનેનો કિસિંગ ફોટો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો અને ત્યારબાદ આ બંનેના અફેયરની ચર્ચા ઘણી થઈ. જોકે તરત આ બંને વચ્ચે વધી રહેલા અંતરની વાત થવા લાગી.
હવે જ્હાન્વી પોતાના કરિયાર અને લાઈફમાં ઘણી આગળ નીકળી ચૂકી છે પરંતુ તે બંને સારા મિત્રો છે. જ્હાન્વીની ફિલ્મ ધડક શિખરને ઘણી પસંદ પડી હતી અને તેણે સોશિયલ મીડિયા પર તેનો ઈઝહાર પણ કર્યો હતો.
કરણ જોહરે શો પર પણ સારા-જ્હાન્વીને લઈને આપી હતી હિંટ
ખુદ સારાએ એક ઈન્ટરવ્યૂમાં કન્ફર્મ કર્યું હતું કે તે કોંગ્રેસ રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના દોહિત્રા વીર પહાડિયાની સાથે રિલેશનશીપમાં હતી. તો કરણ જોહરેના ચેટ શો કૉફી વિધ કરણમાં પણ સૈફ અલી ખાને કહ્યું હતુ કે તે સારાના બયફ્રેન્ડને મળી ચૂક્યો છે અને તેની સાથે ડ્રિંક પણ કરી ચૂક્યો છે.
શોમાં કરણે એક હિંટ પણ આપી હતી કે બંને સ્ટારકિડ્સ છે જેના ફ્રેન્ડ્સ પણ એક જ બિલ્ડિંગમાં રહે છે. કરણનો ઈશારો બંને પહાડિયા ભાઈઓ તરફ હતો.
સારાની 2 ફિલ્મો કેદારનાથ અને સિમ્બા આવી ચૂકી છે. ત્યાં ધડકથી ડેબ્યૂ કર્યા બાદ જ્હાન્વી પણ અપકમિંગ ફિલ્મ તખ્ત સિવાય IAF પાયલચ ગુંજન સક્સેનાની બાયૉપિકમાં દેખાવાની તૈયારી કરી ચૂકી છે.