Sameer Wankhede: સમીર વાનખેડે અને તેની પત્ની વચ્ચે આવ્યો બાહુબલી! ક્રાંતિ રેડકરે આ વીડિયોને કર્યો રીટ્વીટ

છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર તેના પતિ સમીર વાનખેડેના કારણે ચર્ચામાં છે.

Sameer Wankhede: સમીર વાનખેડે અને તેની પત્ની વચ્ચે આવ્યો બાહુબલી! ક્રાંતિ રેડકરે આ વીડિયોને કર્યો રીટ્વીટ
Sameer Wankhede
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:40 PM

છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર (Kranti Redkar) તેના પતિ સમીર વાનખેડેના કારણે ચર્ચામાં છે. જ્યારથી સમીર વાનખેડેએ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા ત્યારથી NCP નેતા અને મંત્રી નવાબ મલિક તેમના પર સતત પ્રહાર કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે. હાલમાં સમીર વાનખેડે આર્યન ખાન કેસની તપાસમાંથી ખસી ગયો છે. પરંતુ તેના સંબંધિત ચર્ચાઓ અટકી નથી. આ દરમિયાન તેમની પત્ની ક્રાંતિ રેડકર તેમની પાછળ પુરી તાકાત સાથે ઉભી છે.

ક્રાંતિ રેડકર સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને તેના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. આ સંબંધમાં ક્રાંતિ રેડકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. ક્રાંતિ રેડકર દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટને એક નેટીઝને શેર કરી હતી. આ પછી, તે પોસ્ટને ક્રાંતિ રેડકરે રીટ્વીટ કરી છે.

ક્રાંતિ રેડકરે શેર કરેલા આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાહુબલીનું ગીત વાગતું બતાવવામાં આવ્યું છે. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે, નવાબ મલિક પોતે સમીર વાનખેડે પર લાગેલા આરોપોમાં ફસાઈ રહ્યા છે. સમીર વાનખેડે અને તેના પરિવાર સાથે ઉભા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવા સંદેશાઓ ધરાવતું આ ટ્વીટ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે રીટ્વીટ કર્યું છે.

આ પહેલા પણ ક્રાંતિ રેડકરે એક ટ્વિટ કર્યું હતું. તેના પર તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યા હતા. ક્રાંતિએ એક સમાચાર શેર કર્યા તે સમાચારમાં, NCBએ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર 4 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું હતું. આ સમાચાર શેર કરતા ક્રાંતિ રેડકરે લખ્યું ‘શાબાશ શેરા’. તેણે સમીર વાનખેડે માટે આ કેપ્શન લખ્યું છે. આ ટ્વીટને કારણે ક્રાંતિને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા

આ પણ વાંચો: BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી