બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) તેની સુંદરતા અને બહેતરીન એક્ટિંગના કારણે મનોરંજનની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. ઐશ્વર્યા પોતાની એક્ટિંગને લઈને ચર્ચામાં હતી તો સાથે જ બોલિવૂડમાં એક્ટર્સ સાથેના તેના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ છે.
ઐશ્વર્યા રાય બચ્ચન પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. તેમની એક્ટિંગ કરિયર ખૂબ જ શાનદાર રહી છે. આ સાથે જ તેની પર્સનલ લાઈફ પણ ખૂબ જ રસપ્રદ રહી છે. ઐશ્વર્યાનું નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય જેવા કલાકારો સાથે જોડાયું હતું.પરંતુ તેણે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાય વ્યવસાયે મરીન એન્જિનિયર છે અને માતા વૃંદા રાય લેખિકા છે. ઐશ્વર્યા રાયનું પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં થયું હતું. થોડા સમય પછી તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો.
તેમનો બાકીનો અભ્યાસ મુંબઈમાં જ પૂરો થયો. તેણીએ અભ્યાસ દરમિયાન મોડલિંગ શરૂ કર્યું હતું. તેણીને મોડેલિંગમાં ઘણો રસ હતો. જેના કારણે તેણીએ કેમલિન કંપની તરફથી મોડેલિંગની ઓફર સ્વીકારી હતી. જે તેણીને નવમા ધોરણમાં મળી હતી. આ પછી તે કોક, ફુજી અને પેપ્સીની જાહેરાતોમાં જોવા મળી.
મિસ વર્લ્ડનો ખિતાબથી ઓળખ બનાવી
ઐશ્વર્યા રાય બચ્ચનના જીવનમાં સૌથી મોટો વળાંક વર્ષ 1994માં આવ્યો જ્યારે આખી દુનિયાને ઐશ્વર્યાના રૂપમાં ‘મિસ વર્લ્ડ’ મળી. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ દરેક જગ્યાએ ઐશ્વર્યાની ચર્ચાઓ થવા લાગી હતી. તે પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. મૉડલિંગમાં પોતાનો ઝલવો દેખાડ્યા બાદ એશે 1997માં મણિરત્નમની તમિલ ફિલ્મ ઇરુવરથી એક્ટિંગની શરૂઆત કરી. તે જ વર્ષે, ફિલ્મ ઔર પ્યાર હો ગયાએ હિન્દી જગતમાં ડેબ્યુ કર્યું હતું.
આ પછી ઐશ્વર્યાએ ફરીથી 1998માં તમિલ ફિલ્મ જીન્સમાં કામ કર્યું, બીજા વર્ષે તેની ફિલ્મ ‘આ અબ લૌટ ચલેં’ હિન્દી ફિલ્મ હતી. તેની કરિયરની સૌથી મહત્વની ફિલ્મ વર્ષ 1999માં આવી હતી. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ‘હમ દિલ દે ચૂકે સનમ’. આ ફિલ્મે ઐશ્વર્યાના કરિયરને નવી ઉડાન આપી અને તેને એક અલગ ઓળખ આપી.
આ ફિલ્મમાં તેના અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે સલમાન ખાન અને અજય દેવગન પણ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારથી, એશને તાલ, મેલા, જોશ, હમારા દિલ આપકે પાસ હૈ, મોહબ્બતેં, અલબેલા, દેવદાસ, ખાકી, રેઈનકોટ, ગુરુ, ધૂમ 2, જોધા અકબર, રોબોટ, ગુઝારીશ, સરબજીત અને એ દિલ હૈ મુશ્કિલ જેવી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે.
સલમાન સાથેના સંબંધો વચ્ચે અભિષેક સાથે લગ્ન કર્યા
ઐશ્વર્યા સલમાન ખાન સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે સમયે સલમાન અને ઐશ્વર્યા એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ સલમાનનું પ્રત્યે ઐશ્વર્યા વલણ બહુ સારું નહોતું. જેના કારણે બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યારબાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. બંને એક ફિલ્મ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન પણ સલમાન ઐશ્વર્યાને ભૂલી શક્યો ન હતો. સલમાન અને વિવેક ઓબેરોય વચ્ચેનો વિવાદ પણ ખૂબ જ લોકપ્રિય છે.
આ બધાની વચ્ચે ઐશ્વર્યાએ એપ્રિલ 2007માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. ઐશ્વર્યા આખી દુનિયામાં ફેમસ હતી. તેની પ્રસિદ્ધિ તે સમયે અભિષેક બચ્ચન કરતા ઘણી વધારે હતી. તે સમયે ઇન્ડસ્ટ્રીમાં અભિષેકની ઓળખ તેના પિતા અમિતાભ બચ્ચનથી હતી. આટલું જ નહીં અભિષેક પણ ઐશ્વર્યા કરતા 3 વર્ષ નાનો છે. આમ છતાં બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસ પૈકી એક ઐશ્વર્યાએ અભિષેક બચ્ચનને પસંદ કર્યો હતો.
આ પણ વાંચો : શાહરુખ- ગૌરી ખાને, પોતાના લાડલા આર્યનખાન માટે લીધો મોટો ફેંસલો ! જાણો જામીન પર છુટ્યા બાદ શું લીધો નિર્ણય ?
આ પણ વાંચો : Viral video : વરમાળા દરમિયાન વરરાજાએ દુલ્હનને જીતવા માટે કર્યું કંઈક આવું, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો