સલમાન ખાનને ‘હિટ એન્ડ રન’ કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત

|

Oct 11, 2021 | 9:55 PM

અમિત દેસાઈ પહેલા વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેએ આર્યન ખાનની કસ્ટડી સામે કોર્ટમાં દલીલ કરી હતી. આ સુનાવણી દરમિયાન, એનસીબીએ આર્યન ખાનની એનસીબી કસ્ટડી આગળ વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એનસીબીની આ માંગને ફગાવી દીધી હતી.

સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત
Aryan Khan, Salman Khan

Follow us on

આજે એટલે કે સોમવારે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના ડ્રગ્સ કેસ (Drugs Case)માં જામીનની સુનાવણી સેશન્સ કોર્ટે બુધવાર સુધી મુલતવી રાખી હતી. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીનિયર એડવોકેટ અમિત દેસાઈ (Amit Desai) આજે કોર્ટમાં આર્યન ખાનની જામીન સુનાવણી માટે અરજી કરતા જોવા મળ્યા હતા.

 

સૌથી રસપ્રદ બાબત એ છે કે અમિત દેસાઈ એ જ વકીલ છે જેમણે અગાઉ બોલીવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ને 2002ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case)માં મુક્તિ કરાવી હતી. અમિત દેસાઈએ 2015માં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હકીકતમાં નીચલી કોર્ટે અભિનેતાને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, જેને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. સલમાન ખાનને મે 2015માં 30,000 રૂપિયાની રકમ પર જામીન આપવામાં આવ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

સલમાન ખાનના કેસમાં આપી હતી કોર્ટમાં આ દલીલો

સલમાનનો બચાવ કરતા વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું કે તપાસ એજન્સી દારુ અને ડ્રાઈવિંગના આરોપોને સ્થાપિત કરવા માટે પુરાવા એકત્રિત  કરતી હતી અને સાક્ષીઓની જુબાની આલ્કોહોલના સેવનના કેસને અનુરૂપ બનાવટી હતી. તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બર, 2015ના રોજ સલમાન ખાન આ કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત થઈ ગયા હતા અને તે સમયે તેનું પ્રતિનિધિત્વ અમિત દેસાઈએ કર્યું હતું.

 

તમને જણાવી દઈએ કે આર્યન ખાન ડ્રગના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આર્યન ખાન અને તેના કેટલાક સાથીઓને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈની ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર NCB દાવો કરે છે કે તેમને આર્યન અને તેના મિત્રો પાસેથી તેમને ડ્રગ્સ મળી છે અને આર્યને ડ્રગ્સ લેવાની કબૂલાત કરી છે.

 

અમિત દેસાઈએ કહ્યું – આર્યન ખાન પાસેથી નથી મળ્યુ ડ્રગ્સ

શાહરૂખ ખાન અને ગૌરી ખાન તેમના પુત્રને કોઈ પણ સંજોગોમાં લાંબા સમય સુધી જેલમાં રાખવા માંગતા નથી. તે જલ્દીથી તેના પુત્રને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. દીકરા આર્યનને જેલમાંથી છોડાવવા માટે તેમણે અમિત દેસાઈને હાયર કર્યાં છે.

 

એક રિપોર્ટ મુજબ આજે આર્યન ખાનની જામીન પરની સુનાવણી અંગે વાત કરતા અમિત દેસાઈએ કહ્યું કે અમારી કાર્યવાહી કોર્ટના હાથમાં છે. જો તમે ન્યાય જોવા માંગતા હોવ તો તમારે તે કરવું પડશે. આ એક સ્વીકૃત હકીકત છે કે આર્યન ખાન પાસેથી કશું મળ્યું નથી. એનસીબીએ ગયા અઠવાડિયે જામીન સામે દલીલ કરી હતી, તેથી અરજી પર આવતીકાલે સુનાવણી થઈ શકે છે.

 

અમિત દેસાઈ પહેલા વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેએ આર્યન ખાનની કસ્ટડી સામે કોર્ટમાં દલીલ કરી હતી. આ સુનાવણી દરમિયાન એનસીબીએ આર્યન ખાનની એનસીબી કસ્ટડી આગળ વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એનસીબીની આ માંગને ફગાવી દીધી હતી અને આર્યન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હાલમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે.

 

 

આ પણ વાંચો:- જન્મદિવસે પોતાની ઉંમર જણાવવામાં Amitabh Bachchanએ કરી ભૂલ, દીકરી શ્વેતાએ આ રીતે ભૂલ સુધારી

 

આ પણ વાંચો:- વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ

 

Next Article