
દિલીપ કુમારની એક ઝલક જોવા માટે સાયરા મુઘલ-એ-આઝમ ફિલ્મ જોવા મરાઠા મંદિરમાં ગયા હતા. પરંતુ ત્યાં તે તેમને મળી શક્યા નહીં, જેના કારણે સાયરા ખૂબ નિરાશ થઈ ગઈ. જોકે, આ પછી સાયરાએ ફિલ્મોમાં આવવાનો નિર્ણય કર્યો.

સાયરાએ પહેલી મુલાકાત વિશે કહ્યું હતું કે, જ્યારે હું પહેલી વખત દિલીપ સાહેબને મળી ત્યારે તેમણે મારા સામે સ્મિત કર્યું અને કહ્યું કે હું એક સુંદર છોકરી છું. તે સમયે એવું લાગ્યું કે જાણે મને પાંખો મળી છે અને હું ઉડાન ભરી રહી છું. મને ખબર નથી શું, પણ એવી લાગણી આવી રહી હતી કે હું તેમની પત્ની બનીશ. 6 વર્ષ પછી અમારા લગ્ન થયા.

વર્ષ 2014 માં સાયરાએ દિલીપ કુમાર વિશે કહ્યું હતું કે, હું હજી પણ તેના પ્રેમમાં પાગલ છું, તે મારો કોહિનૂર છે. અમારું લગ્નજીવન ઘણું સારું હતું અને અમે એકબીજા સાથે સારી યાદો બનાવી. દરેક સંબંધમાં પ્રેમ અને આદર સમાન હોવા જોઈએ.