Sagarika Shona નો ગંભીર આરોપ: રાજ કુંદ્રાએ વેબ સિરીઝમાં કામ આપવાનું કહીને કરી હતી આવી માંગણી

Raj Kundra Case: સાગરિકા નામની એક મોડલે આરોપ લગાવ્યો હતો કે, વેબ સિરીઝના રોલ માટે તેને નગ્ન ઓડિશન આપવા કહ્યું હતું. જેમાં ત્રણ લોકોમાં રાજ કુંદ્રા પણ સામેલ હતો..

Sagarika Shona નો ગંભીર આરોપ: રાજ કુંદ્રાએ વેબ સિરીઝમાં કામ આપવાનું કહીને કરી હતી આવી માંગણી
Sagarika Shona Suman's serious allegation that Raj Kundra had demanded a nude audition
| Edited By: | Updated on: Jul 20, 2021 | 12:12 PM

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ઘરપકડ બાદ તેના જૂના કાંડ અને વિવાદ બહાર આવી રહ્યા છે. રાજ કુંદ્રાની સોમવાર રાત્રે ધરપકડ થઇ હતી. અશ્લીલ ફિલ્મ બનાવવાના મામલામાં રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી. આ બાદ અભિનેત્રી સાગરિકા શોના સુમનનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણે રાજ કુંદ્રા સામે આરોપ લગાવ્યા છે. જેમાં દાવો કરવામાં આવો છે કે ઓગસ્ટ 2020 માં રાજ દ્વારા નિર્મિત એક વેબ સિરીઝમાં સાગરિકાને રોલની ઓફર કરવામાં આવી હતી.

આ વિડીયો ફેબ્રુઆરી 2021 માં બહાર આવ્યો હતો. સાગરિકાએ આ વિડીયોમાં આરોપ લગાવ્યો હતો કે, વેબ સિરીઝના રોલ માટે તેને ઓડિશન આપવા કહ્યું હતું. જેમાં ત્રણ લોકોમાં રાજ કુંદ્રા પણ સામેલ હતો અને તેને નગ્ન ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું.

સાગરિકાએ વિડીયોમાં દાવો કર્યો હતો કે, “હું એક મોડલ છું અને 3-4 વર્ષથી કામ કરું છું. મને વધારે કામ નથી મળતું. લોકડાઉન સમય મારી સાથે જે બન્યું તે હું શેર કરું છું. ઓગસ્ટ 2020 માં મને કામત જીનો ફોન આવ્યો હતો, તેમણે મને રાજ કુંદ્રાની વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર કરી. મેં એણે રાજ કુંદ્રા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે શિલ્પા શેટ્ટીના પતિ છે.”

સાગરિકાએ આરોપ લગાવ્યા હતા કે “તેમને મને વેબ સિરીઝની ઓફર આપી. કહ્યું કે જો હું આમાં જોડાઈ જઈશ તો નવા મુકામ મને મળશે. અને તેથી હું સહમત થઇ ગઈ. બાદમાં તેમણે મને ઓડિશન માટે કહ્યું, કોરોનાના કારણે મને ઓનલાઈન ઓડિશન આપવા કહ્યું. વિડીયો કોલમાં જ્યારે હું જોડાઈ ત્યારે મને ન્યુડ ઓડિશન આપવા કહેવામાં આવ્યું. આ સાંભળીને મેં ના કહી દીધી. આ વિડીયોમાં ત્રણ લોકો હતા. જેમાંથી એકનો ચહેરો ઢંકાયેલો હતો. અને એક અન્ય વ્યક્તિ રાજ કુંદ્રા હતો. અને જો એ આ વસ્તુમાં શામેલ છે તેની ધરપકડ કરવી જોઈએ.”

તમને જણાવી દઈએ કે ઉમેશ કામત, કુંદ્રાની કંપનીમાં કામ કરી ચૂકેલો છે. તેની 9 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસે પોર્ન રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મુંબઈ પોલીસે ખુલાસો કર્યો હતો કે કામત એક મોબાઈલ એપ્લીકેશન પર કુંદ્રાનો ઓફીસથી કથિત રીતે 8 અશ્લીલ વિડીયો અપલોડ કર્યા હતા. તેનું નામ ગહના વશિષ્ઠની ધરપકડ બાદ સામે આવ્યું હતું.

 

આ પણ વાંચો: Raj Kundra ને કપિલે પૂછ્યું હતું ‘કંઈ કર્યા વગર પૈસા ક્યાંથી કમાઓ છો?’, ધરપકડ બાદ વાયરલ થયો વિડીયો

આ પણ વાંચો: Raj Kundra Arrest Case: અશ્લીલ ફિલ્મોના આરોપી રાજ કુંદ્રા જો દોષી સાબિત થશે તો જાણો શું થઈ શકે છે સજા