Revealed: કામ ન મળવાના લીધે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અનિતા હસનંદાની, એકતા કપૂરની મદદે બદલી નાખ્યું જીવન

|

Nov 09, 2021 | 10:30 PM

અનિતા હસનંદાની (Anita Hassanandani)એ આ લાંબી પોસ્ટ એકતાની આગામી ટીવી શો 'અગર તુમ ના હોતે'ને પ્રમોટ કરવા માટે લખી હતી. પરંતુ આ શોને પ્રમોટ કરતી વખતે તેણે પોતાના જીવનની મોટી વાત ફેન્સ સાથે શેર કરી.

Revealed: કામ ન મળવાના લીધે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અનિતા હસનંદાની, એકતા કપૂરની મદદે બદલી નાખ્યું જીવન
Anita Hasssanandani, Ekta Kapoor

Follow us on

નાગિન 3 (Naagin 3) ફેમ અનિતા હસનંદાની (Anita Hasssanandani) હાલમાં પોતાના બાળક સાથે સમય વિતાવી રહી છે. તેણે કાવ્યાંજલિ (Kavyanjali), યે હૈ મોહબ્બતેં (Ye Hai Mohabbatein), નાગિન (Naagin) જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે પોતાના અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા, પરંતુ બાળકને જન્મ આપ્યા બાદ તેણે હાલમાં ઈન્ડસ્ટ્રીથી દૂર છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

તાજેતરમાં તેણે પોતાના ડિપ્રેશન વિશે ખુલીને વાત કરી હતી. અનિતાએ જીવનની આ મુશ્કેલ કસોટી દરમિયાન એકતા કપૂરે (Ekta Kapoor) આપેલી મદદ વિશે પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. એકતા કપૂર અને અનિતા હસનંદાની લાંબા સમયથી એકબીજાના ખૂબ સારા મિત્રો છે. તેઓએ ઘણા પ્રોજેક્ટ પર સાથે કામ કર્યું છે.

 

 

આ પ્રોજેક્ટ્સમાં કભી સોતન કભી સહેલી, યે હૈ મોહબ્બતેં, નાગીન 3, 4 અને કોઈ આપ સા જેવી મશહુર સીરિયલ્સ અને કુછ તો હૈ અને ક્રિષ્ના કોટેજ જેવી ફિલ્મોના નામનો સમાવેશ થાય છે. અનિતાએ તાજેતરમાં એકતા માટે થેન્ક યૂ નોટ લખી, જેમાં એકતાએ તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં કેવી રીતે મદદ કરી તેનું વર્ણન કર્યું.

 

 

ડિપ્રેશનમાં હતી અનિતા

અનિતા પોતાની પોસ્ટમાં લખે છે- “એકતા તમે એક મજબૂત મહિલાનો પ્રોટોટાઈપ છો. તમે એક સાચા મિત્ર અને ઈનક્રેડિબલ વુમન છો. આપણી મિત્રતા ખૂબ સારી છે, જ્યાં આપણે કોઈ પણ પ્રશ્ન વિના એકબીજા માટે કંઈ પણ કરી શકીએ છીએ. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં નવી હતી અને કામની શોધમાં હતી. હું મારી નિષ્ફળતાથી ખૂબ જ પરેશાન હતી, પરંતુ ત્યારે જ તમે મારા જીવનમાં આવ્યા અને મને ડિપ્રેશનમાંથી બહાર કાઢી.

 

એકતાને પોતાના પરિવારનો હિસ્સો માને છે અનિતા

અનિતા આગળ લખે છે કે તમે મને સમજાવ્યું કે પોતાના ડિપ્રેશનમાંથી બહાર નીકળો અને નવી શરૂઆત કરો. આ તે લાખો વાતોમાંથી એક છે જે મેં તમારી પાસેથી શીખી કે જીવનમાં ક્યારેય હાર ન માનો. તેથી જ મારી મુશ્કેલીઓમાં હું તમારા કારણે સુરક્ષિત અનુભવું છું. એકતા તમે મારા પરિવારનો મહત્વનો ભાગ છો.

 

અનિતાનો પતિ માટે ખાસ સંદેશ

અનિતાએ તેના પતિ રોહિત માટે એક નોટ પણ લખી છે. અનિતાએ તેના પતિ રોહિત (Rohit Reddy)ને એકતાની સેલ્ફી શેર કરતા લખ્યું – ” એક ક્યૂટ ડિમ્પલની સાથે મારા પ્રિય ડેશિંગ પતિ અને એક સુપર કૂલ ડેડ.” પોતાની નોટમાં અનિતાએ લખ્યું છે કે હું રોહિતની સાથે અમારા ખરાબ અને સારા દરેક સમયમાં રહી છું. રોહિતે હંમેશા મને સપોર્ટ કર્યો છે. તે હંમેશા મારી સાથે રહે છે એક મજબૂત બેકબોનની જેમ. રોહિત મારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે, જેને ભાગ્યએ મને આપ્યું છે.

 

 

આ પણ વાંચો:- Kusu Kusu Song Teaser: નોરા ફતેહીએ ‘સત્યમેવ જયતે 2’ના આ ગીતમાં બતાવ્યા હોટ અને સિઝલિંગ મૂવ્સ, જુઓ વીડિયો

 

આ પણ વાંચો:- Sooryavanshi BO Collection Day 4 :100 કરોડનાં ક્લબમાં અક્ષયની ફિલ્મની એન્ટ્રી, જાણો ચોથા દિવસે થઈ કેટલી કમાણી?

 

Next Article