Release Date :સિદ્ધાર્થ મલ્હોત્રા-રશ્મિકા મંદાનાની ‘મિશન મજનૂ’ની રિલીઝ ડેટની થઈ જાહેરાત, આ દિવસે દેશે થિયેટરોમાં દસ્તક

RSVP અને ગિલ્ટી બાય એસોસિએશનની સ્પાય થ્રિલર ફિલ્મ મિશન મજનૂ 13 મે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાતની સાથે જ ફિલ્મ મેકર્સે એક ફોટો પણ જાહેર કર્યો છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળે છે.

Release Date :સિદ્ધાર્થ મલ્હોત્રા-રશ્મિકા મંદાનાની મિશન મજનૂની રિલીઝ ડેટની થઈ જાહેરાત, આ દિવસે દેશે થિયેટરોમાં દસ્તક
Sidharth Malhotra
| Edited By: | Updated on: Nov 02, 2021 | 11:38 PM

નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ મિશન મજનુ (Mission Majnu)ની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા છે.

RSVP અને ગિલ્ટી બાય એસોસિએશનની સ્પાય થ્રિલર ફિલ્મ મિશન મજનુ 13 મે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાતની સાથે જ ફિલ્મ મેકર્સે એક ફોટો પણ જાહેર કર્યો છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) જોવા મળે છે. આ પોસ્ટરે ફિલ્મની વાર્તા પ્રત્યે લોકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. આ ફિલ્મ પાકિસ્તાનની ધરતી પર ભારતના સૌથી હિંમતભર્ગુયા ગુપ્ત ઓપરેશનથી પ્રેરિત છે.

જાસુસીની વાર્તા
આ ફિલ્મનું શૂટિંગ લખનૌ અને મુંબઈમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ રશ્મિકા અને સિદ્ધાર્થ એકબીજાના ફેન બની ગયા છે. સિદ્ધાર્થ સાથે શૂટિંગ કર્યા બાદ રશ્મિકાએ મીડિયાને કહ્યું કે સિદ્ધાર્થમાં સુપરસ્ટારના તમામ ગુણો છે. જોકે, શેરશાહ પછી સિદ્ધાર્થની નવી ફેન ફોલોઈંગ ઊભી થઈ છે.

શેરશાહે સિદ્ધાર્થની કારકિર્દી નક્કી કરી
આ ફિલ્મ માટે તેને એટલી પ્રશંસા મળી છે જેટલી તેની આખી કારકિર્દીમાં આજ સુધી મળી નથી. સિદ્ધાર્થે રશ્મિકા વિશે એમ પણ કહ્યું છે કે એક વખત લોકો રશ્મિકાને મિશન મજનુમાં જોશે તો લોકો તેના માટે એટલા ક્રેઝી થઈ જશે કે આગામી કેટલાંક વર્ષો સુધી રશ્મિકાને ફિલ્મોની ઘણી ઑફર્સ આવવાની છે.

રશ્મિકાની ડેબ્યૂ હિન્દી ફિલ્મ
શાંતનુ બાગચી દ્વારા નિર્દેશિત, આગામી ફિલ્મ 1970 ના દાયકામાં સેટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા RAW એજન્ટની  ભૂમિકા ભજવશે, જે ભારતનાં ઓપરેશનનું નેતૃત્વ કરે છે. ભારતની નેશનલ ક્રશ રશ્મિકા મંદાના આ ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પદાર્પણ કરી રહી છે. રશ્મિકાએ તેની બીજી હિન્દી ફિલ્મ ગુડબાયનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા લીડ રોલમાં જોવા મળશે.

સ્ટારથી સજેલી છે ફિલ્મ
શાંતનુ બાગચી દ્વારા દિગ્દર્શિત રોની સ્ક્રુવાલા (RSVP), અમર બુટાલા અને ગરિમા મહેતા (ગિલ્ટી બાય એસોસિએશન મીડિયા) દ્વારા નિર્મિત ફિલ્મ મિશન મજનુને પરવેઝ શેખ, અસીમ અરોરા અને સુમિત બઠેજા દ્વારા લખાયેલ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના, શારીબ હાશ્મી અને કુમુદ મિશ્રા જોવા મળશે.

 

આ પણ વાંચો :- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે કંઈક એવું કર્યું, જાણીને થઈ જશો હેરાન !

આ પણ વાંચો :- Puneeth Rajkumar ની દાન કરાયેલ આંખોથી 4 દર્દીઓને થયો લાભ, અભિનેતાના ઉમદા કામથી ચાહકો થયા ભાવુક