
પ્રતીક ગાંધી એ પણ સ્વીકારી ચૂક્યા છે કે ભામિનીને મનાવવા તેમને ખાસ્સી મહેનત કરવી પડી હતી. જો કે છેલ્લા લગભગ એક દાયકાથી બંને સુખી લગ્ન જીવન વીતાવી રહ્યા છે. તેમને એક પુત્રી પણ છે.

પ્રતીક ગાંધીની જેમ જ તેમની વાઈફ પણ એક્ટિંગ કરે છે. જો કે ભામિની ઓઝા ગાંધી રંગભૂમિ એટલે કે નાટકોમાં વધુ સક્રિય છે. ઘણી વાર બંને સાથે સ્ટેજ પણ શેર કરતાં રહે છે.

બંનેના લગ્ન 2009માં થયા હતા. 2014 માં તેમના ઘરે દિકરીનો જન્મ થયો જેનું નામ મીરાયા છે. ભામિની ઓઝા ગાંધી એક લોકપ્રિય ટેલિવિઝન અને થિયેટર એક્ટર છે જે હિન્દી અને ગુજરાતી શો અને નાટકોનો ભાગ રહી ચુકી છે. તેણે Sarabhai v/s Sarabhai, ખીચડી, ના બોલે તુમ ના મૈને કુછ કહા જેવા શોમાં કામ કર્યુ છે.
Published On - 7:26 pm, Wed, 8 December 21