Ray Stevenson Death: ‘RRR’ અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે અવસાન, માર્વેલ અને થોર જેવી ફિલ્મોમાં પણ કર્યું છે કામ

|

May 23, 2023 | 8:44 AM

રે સ્ટીવનસને એસએસ રાજામૌલીની એક્શન ડ્રામા ફિલ્મ 'RRR'માં નકારાત્મક ભૂમિકા ભજવી હતી અને તેના અભિનયને જંગી પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં હતા.

Ray Stevenson Death: RRR અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે અવસાન, માર્વેલ અને થોર જેવી ફિલ્મોમાં પણ કર્યું છે કામ
Ray Stevenson Death

Follow us on

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘RRR’ના અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે રવિવારે ઇટાલીમાં અવસાન થયું હતું. તેના પ્રતિનિધિએ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી અહેવાલ આપ્યો છે. અભિનેતાના નિધનથી બોલિવુડ સહિત હોલિવુડ પણ  આઘાતમાં છે. તેમના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ટીમ RRRએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આપણા બધા માટે આઘાતજનક સમાચાર! રેસ્ટ ઈન પીસ, રે સ્ટીવનસન. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, સર સ્કોટ.’

RRR ના એક્ટરનું 58 વર્ષની વયે નિધન

રે સ્ટીવનસને એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ‘RRR’માં નકારાત્મક ભૂમિકા ભજવી હતી અને તેના અભિનયને જંગી પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં હતા. આલિયા ભટ્ટ અને અજય દેવગનનો કેમિયો હતો. ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

માર્વેલ અને થોર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું

આ ઉપરાંત, રે માર્વેલની ‘થોર’ ફ્રેન્ચાઇઝીમાં વોલ્સ્ટાગ અને ‘વાઇકિંગ્સ’માં અન્ય ભૂમિકાઓ માટે પણ જાણીતા હતા. તેણે એનિમેટેડ સ્ટાર વોર્સ શ્રેણી ‘ધ ક્લોન વોર્સ’ અને ‘રિબેલ્સ’માં ગાર સેક્સનને પણ અવાજ આપ્યો છે અને તે ડિઝની પ્લસની આગામી ‘ધ મેન્ડલોરિયન’ સ્પિનઓફ ‘અશોકા’માં રોઝારિયો ડોસન સાથે જોડાવા માટે તૈયાર હતા.

ટેલિવિઝનથી કરી હતી શરુઆત

યુએસ સ્થિત આઉટલેટ ડેડલાઈન મુજબ, રે સ્ટીવનસનનો જન્મ 25 મે, 1964ના રોજ ઉત્તરી આયર્લૅન્ડના લિસ્બર્નમાં થયો હતો. તેણે 1990 ના દાયકાની શરૂઆતમાં યુરોપિયન ટીવી શ્રેણી અને ટેલિફિલ્મ્સમાં દેખાતા તેની સ્ક્રીન કારકિર્દીની શરૂઆત કરી. તેની પ્રથમ મુખ્ય સ્ક્રીન ક્રેડિટ હેલેના બોનહામ કાર્ટર અને કેનેથ બ્રાનાગ સાથે પોલ ગ્રીનગ્રાસના 1998 ના નાટક ‘ધ થિયરી ઓફ ફ્લાઇટ’માં હતી. તે એન્ટોઈન ફુકાની ‘કિંગ આર્થર’ (2004), લેક્સી એલેક્ઝાન્ડરની ‘પનિશર: વોર ઝોન’ (2008), હ્યુજીસ બ્રધર્સની ‘ધ બુક ઑફ એલી’ (2010) અને એડમ મેકકેની ‘ધ અધર ગાય્સ’ (2010)માં પણ જોવા મળ્યા હતા.

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા

રે સ્ટીવનસન હોલીવુડના પ્રખ્યાત અભિનેતા છે જેમનું 58 વર્ષની વયે અવસાન થયું. આઇરિશમાં જન્મેલા આ અભિનેતા છેલ્લે એસએસ રાજામૌલીની હિટ ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદથી રેના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. બે દિવસ પછી, 25 મેના રોજ, રેનો જન્મદિવસ છે, માર્વેલની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા રે સ્ટીવનસનના અવસાનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લહેર છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article