Rashmi Rocket Trailer: જોશ અને જુનૂનથી ભરપુર છે રશ્મિ રોકેટનું દમદાર ટ્રેલર, હાર-જીત અને કોશિશની છે વાર્તા

|

Sep 23, 2021 | 9:31 PM

Rashmi Rocket Trailer: ફિલ્મ 'રશ્મિ રોકેટ'ની વાર્તા એક ગુજરાતી છોકરીની આસપાસ ફરે છે. આ છોકરીની દોડવાની ઝડપને જોતા તેના ગામના લોકો તેને 'રોકેટ' નામ આપે છે.

Rashmi Rocket Trailer: જોશ અને જુનૂનથી ભરપુર છે રશ્મિ રોકેટનું દમદાર ટ્રેલર, હાર-જીત અને કોશિશની છે વાર્તા
Rashmi rocket

Follow us on

Rashmi Rocket Trailer: પોતાના અભિનયથી દરેકનું દિલ જીતી લેનારી બોલિવૂડની બહેતરીન અભિનેત્રી તાપસી પન્નુ (Tapsee pannu) પોતાની ફિલ્મ રશ્મી રોકેટ (Rashmi rocket)ને લઈને ઘણી ચર્ચામાં છે, લાંબા સમયથી ચાહકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, જે હવે આખરે આજે પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેને લઈને ચાહકો તરફથી અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે.

 

ફિલ્મમાં તાપસીનો લુક હતો ચર્ચામાં

તાજેતરમાં જ જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, ત્યારે તાપસીનો લૂક જાહેર થયો હતો. જેમાં તેની ગરદન પર ટેટૂ જોવા મળ્યું હતું. સાથે એક બ્લેક ચોકર, નોઝ પિન અને સ્ટડ સાથે તેમની સ્ટાઈલ એકદમ મનોરંજક અને આકર્ષક લાગી રહી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

ફિલ્મની વાર્તા

આ ફિલ્મ એક યુવાન છોકરીની વાર્તા છે, જે એક નાનકડા ગામની છે. ઉપરવાળાએ તેને એક અલગ જ કૌશલ્ય આપ્યું છે. તાપસી ફિલ્મમાં એક દોડવીરની ભૂમિકામાં છે. ચાલો તમને જણાવીએ કે રશ્મી રોકેટ નંદા પેરિયાસામીની મૂળ વાર્તા પર આધારિત છે.

 

તાપસીએ આ ફિલ્મ માટે ઘણો પરસેવો પાડ્યો છે અને તેના ચાહકોએ તેની મહેનત માટે તેના વખાણ કર્યા છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે દોડવીરની કસોટી કરવામાં આવે છે અને પછી કેવી રીતે તેના જેન્ડર પર સવાલ ઉઠાવવામાં આવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ ખૂબ જ જોશ સાથે ભાવુક થવાની છે.

 

ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે તે તેના માતા -પિતાની લાડલી દીકરી બની ગઈ છે, તેની સાથે રશ્મિની લવ સ્ટોરીને પણ સુંદર રીતે બતાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે ફિલ્મના ટ્રેલરમાં ખૂબ સારા સંવાદોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર આવતાની સાથે જ ચાહકો વચ્ચે છવાઈ ગયું છે.

 

 

ફિલ્મની સ્ટાર કાસ્ટ

તમને જણાવી દઈએ કે ‘રશ્મિ રોકેટ’માં તાપસી સિવાય પ્રિયાંશુ પૈનયુલી, અભિષેક બેનર્જી, શ્વેતા ત્રિપાઠી (Shweta Tripathi) અને સુપ્રિયા પાઠક (Supriya Pathak) મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન આકર્શ ખુરાના કરી રહ્યા છે.

 

આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા, નેહા આનંદ અને પ્રાંજલ ખંઢડિયા દ્વારા કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ખાસ ફિલ્મ OTT પર રિલીઝ થશે. તાપસી અભિનીત આ ફિલ્મ 15 ઓક્ટોબર 2021ના ​​રોજ ઓનલાઈન પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થશે.

 

 

આ પણ વાંચો :- India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

 

આ પણ વાંચો :- Birthday Special: આ કારણે Prem Chopraને સેટ પર અભિનેત્રીએ માર્યો હતો બધાની સામે થપ્પડ

 

Next Article