Nik Jonasના વર્ક આઉટ પર Ranveerની કોમેન્ટ, ‘ઓહ જીજૂ ડોલે શોલે ‘, Priyanka એ આપ્યો આ જવાબ

Nik jonasએ Instagram પર એક Workout વીડિયો શેર કર્યો હતો, જેના પર બોલિવૂડ એક્ટર Ranveer singhએ ખૂબ જ રમુજી ટિપ્પણી કરી હતી.

Nik Jonasના વર્ક આઉટ પર Ranveerની કોમેન્ટ, ઓહ જીજૂ ડોલે શોલે , Priyanka એ આપ્યો આ જવાબ
Ranveer Singh React on Nick jonas Body
| Edited By: | Updated on: Feb 04, 2021 | 3:25 PM

Bollywood  એક્ટ્રેસ Priyanka Chopraના પતિ Nik Jonas ભલે આંતરરાષ્ટ્રીય પોપ સિંગર હોઈ, પરંતુ તે ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને Desi Girl પ્રિયંકા સાથે લગ્ન કર્યા બાદ નિકની દરેક પ્રવૃત્તિ પર ભારતીય નજર રાખે છે. નિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, ઘણીવાર તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. તાજેતરમાં જ Nik jonasએ Instagram પર એક Workout વીડિયો શેર કર્યો હતો, જેના પર બોલિવૂડ એક્ટર Ranveer singhએ ખૂબ જ રમુજી ટિપ્પણી કરી હતી. પરંતુ તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે પ્રિયંકા ચોપડાએ નિકનો નહીં પરંતુ રણવીરની કમેન્ટનો પર જવાબ આપ્યો હતો.

Nik Jonasએ Instagram પર વીડિયો શેર કર્યો છે જેમાં તે જીમમાં બોડી બનાવતો જોવા મળી રહ્યો છે. નિક તેના હાથમાં રહેલા વેસ્ટ્સને ઉપાડીને કસરત કરી રહ્યો છે. વીડિયોમાં નિકની જબરદસ્ત બોડી જોવા મળી રહી છે. આ વીડિયો પર ટિપ્પણી કરતા Ranveerએ લખ્યું, ‘ઓહો જીજુ .. ડોલે શોલે’. રણવીરની આ ટિપ્પણીનો નિકે કોઈ જવાબ આપ્યો ન હતો, પરંતુ પ્રિયંકાએ જવાબ આપ્યો અને લખ્યું, “LOL” ખુદ પ્રિયંકાએ પણ નિકના વીડિયો પર કમેન્ટ કરી.

તમને જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાના લગ્ન બે વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2018 ના રોજ થયા હતા. બંને વચ્ચે બે વર્ષથી કેટલો પ્રેમ છે તે નિક અને પ્રિયંકાની તસવીરો પરથી દેખાય છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એક બીજાના ફોટા શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. થોડા દિવસો પહેલા નિકે ફેમિલી પ્લાનિંગ વિશે પણ વાત કરી હતી. એક મીડિયા સાથે વાતચિત દરમ્યાન તેણે જણાવ્યું હતું કે પોતે ઘણા બધા બાળકોનો પિતા બનવા માંગે છે.

નિક પહેલા તો પ્રિયંકાએ પણ તેના ફેમિલી પ્લાનિંગ વિશે કંઈક આવું જ કહ્યું હતું કે પોતે એક બે નહીં પણ ઘણા બધા બાળકોની મોટા બનવા માંગે છે.

Published On - 3:22 pm, Thu, 4 February 21