1 / 8
બોલિવૂડ અભિનેતા રણવીરસિંહ માત્ર તેમના તેજસ્વી અભિનય માટે જ નહીં પણ તેમના અતરંગી ફેશન સેન્સ માટે પણ પ્રખ્યાત છે. રણવીર સિંહ ફેશન સેન્સ, પછી ભલે તે તેમના કપડાં હોય અથવા બાકીની એસેસરીઝ, દરેક વખતે આકર્ષણનું કેન્દ્ર જ રહે છે. લોકોમાં તેમના વિચિત્ર લુક વિશે ઘણીવાર ચર્ચા થતી હોય છે અને આ ટ્રેન્ડ હજી પણ ચાલુ જ છે. ખરેખર, સોશિયલ મીડિયા પર અભિનેતાના દેખાવની તુલના હવે પક્ષીઓ સાથે શરૂ થઈ ગઈ છે.