
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. લવ રંજનની આ ફિલ્મ એક અનોખી લવસ્ટોરી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર સાથે જોવા મળશે. લોકો ફિલ્મના નવા ગીત ‘પ્યાર હોતા કઈ બાર હૈ’ને રણબીર કપૂરના જીવન સાથે સંબંધિત ગણી રહ્યા છે.
કેટલાક લોકો આ ફિલ્મને રણબીર કપૂરની બાયોપિક કહી રહ્યા છે. હવે રણબીરે એક ઇવેન્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ સાથે તેના જીવનનું શું કનેક્શન છે. ત્યારે રણબીરએ જે કહ્યું તનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર, રણબીર કપૂર હાલમાં જ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશનલ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. અહીં રણબીરે પોતાના ફની સ્પીચથી ફેન્સનું ખૂબ મનોરંજન કર્યું હતુ. આ દરમિયાન રણબીરે ફિલ્મના ગીત ‘પ્યાર હોતા કૈસે બાર હૈ’ વિશે પણ વાત કરી હતી. જોકે આ ગીત આવ્યા બાદ ભારે ચર્ચા ચાલી હતી કે આ ગીત રણબીરની પર્શનલ લાઈફને ડીસ્ક્રાઈબ કરી રહ્યું છે. જોકે રણબીરે આ સ્પષ્ટ કર્યું કે આ તેનું ‘બાયોપિક’ ગીત નથી. રણબીરે કહ્યું, ‘હું કહું છું કે ગીત મારી પર્સનલ લાઈફ સાથે કનેક્ટ કરતુ ગીત નથી એટલે કે આ મારું કોઈ બાયોપિક ગીત નથી’
આ ફિલ્મમાં મારું પાત્ર કાસાનોવાનું નથી. હું એવા લોકોની મદદ કરું છું જેમની લવ લાઈફમાં ઘણી સમસ્યાઓ હોય છે. હું તેમની સમસ્યાઓ હલ કરવા આવ્યો છું. હું બ્રેક-અપ કલાકાર છું. તો કૃપા કરીને આ કોઈ બાયોપિક નથી’ આ ફિલ્મ મારા જીવન પર આધારિત નથી.
રણબીર આ પહેલા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણબીર તેની લેડી લવ આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. હવે રણબીર પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’માં જોવા મળી રહ્યો છે. બંનેની ફ્રેશ જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ને લઈને ચર્ચામાં છે. હવે રણબીરે ફિલ્મના ગીત ‘પ્યાર હોતા કૈસે બાર હૈ’ પર ફની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.