
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર નજીક આવ્યા હતા. બંને હવે તેમના સંબંધો વિશે ખુલીને વાત કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે લગ્ન કરશે.

રણબીર કપૂર અને કેટરિના કૈફની પહેલી મુલાકાત ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીના સેટ પર થઈ હતી. રણબીર અને કેટરીનાના સંબંધો પર મહોર લાગી હતી જ્યારે બંનેના કેટલાક ફોટા વાયરલ થયા હતા. બંને લીવ ઇનમાં પણ રહેવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચાઓ આજે પણ થાય છે. ફિલ્મ 'બચના એ હસીનો' દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. રણબીર અને દીપિકાએ તેમના સંબંધોને ક્યારેય છુપાવ્યા નથી. બંનેએ ખુલ્લેઆમ તેમના સંબંધોને સ્વીકાર્યા હતા. જોકે, જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે બધાને આશ્ચર્ય થયું. રણબીરથી અલગ થયા બાદ દીપિકા ડિપ્રેશનમાં ગઈ.